Ahmedabad : વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ, કરોડોનો ગાંજો અને ડ્રગ્સ ઝડપાયુ, જુઓ Video

Ahmedabad : વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ, કરોડોનો ગાંજો અને ડ્રગ્સ ઝડપાયુ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 13, 2025 | 2:21 PM

અમદાવાદમાંથી વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જુદા- જુદા પાર્સલમાંથી કરોડોની કિંમતનો ગાંજો,ડ્રગ્સ અને ચરસનો જથ્થો કબજે કર્યો છે.

ગુજરાતમાંથી કેટલીકવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદમાંથી વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જુદા- જુદા પાર્સલમાંથી કરોડોની કિંમતનો ગાંજો,ડ્રગ્સ અને ચરસનો જથ્થો કબજે કર્યો છે. થાઈલેન્ડ, USA, કેનેડાથી મંગાવેલો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો છે.

વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરી

રમકડા અને અન્ય સામગ્રીની આડમાં ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચ્યો હતો. ઈન્ટરનેટના માધ્યમથી ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. પોસ્ટ ઓફિસમાં આવેલા 105 પાર્સલ શંકાસ્પદ જણાતા તપાસ હાથ ધરવામાં આવી છે. 3 કરોડથી વધુની કિંમતનો 10 હજાર 550 ગ્રામ હાઈબ્રિજ ગાંજો મળી આવ્યો છે. 24 લાખથી વધુની કિંમતનું 248 ગ્રામ MD ડ્રગ્સ આપ્યું છે. કેનાબિલ ઓઈલની 32 કાચની ટ્યુબ, આઈસોપ્રોપાઇપની 6 બોટલ પણ જપ્ત કરવામાં આવી છે.

24 લાખથી વધુની કિંમતનું ઝડપાયું ડ્રગ્સ

ઉલ્લેખનીય છે કે વિદેશી પાર્સલોમાં નશાકારક પદાર્થોની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ રમકડા અને અન્ય સામગ્રીની આડમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. પાર્સલમાં 3 કરોડથી વધુની કિંમતનો 10 હજાર 550 ગ્રામ  હાઈબ્રિજ ગાંજો મળી આવ્યો છે. 24 લાખથી વધુની કિંમતનું 248 ગ્રામ MD ડ્રગ્સ આપ્યું છે. કેનાબિલ ઓઈલની 32 કાચની ટ્યુબ, આઈસોપ્રોપાઇપની 6 બોટલ પણ જપ્ત કરવામાં આવી છે.