GUJARAT : અમરેલી, જામનગર અને મોરબી પંથકમાં કમોસમી વરસાદ, બેવડી સિઝનથી લોકોમાં શરદી, ઉધરસના લક્ષણો જોવાયા

GUJARAT : એક તરફ રાજયમાં રોગચાળાનો માહોલ છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજયનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અને, રાજયના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.

| Updated on: Apr 25, 2021 | 6:48 PM

GUJARAT : એક તરફ રાજયમાં રોગચાળાનો માહોલ છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજયનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અને, રાજયના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. રાજયનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગરમી અને વરસાદી માહોલને કારણે લોકોમાં તાવ, શરદી અને કફ જેવા લક્ષણો જોવા મળ્યા છે. જેથી લોકોમાં કોરોનાની દહેશતમાં ઔર વધારો જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં અનેક ઠેકાણે વરસાદ, ખેડૂતોમાં ચિંતા
અમરેલી જીલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને જિલ્લામાં ગઇકાલે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.અને, બાદમાં વરસાદીમાહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે આજે ફરી જિલ્લામાં આજે પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જિલ્લાના ધારી શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે આવો જ કંઇક માહોલ સાવરકુંડલા પંથકમાં પણ જોવા મળ્યો છે. સાવરકુંડલાના ગ્રામ્યપંથકમાં વરસાદી ઝાપટાં પડયા હતા. ખાસ કરીને સાવરકુંડલાના હાથસણી ગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદીમાહોલ છવાયો હતો. જેથી આ વિસ્તારમાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

જામનગર પંથકમાં પણ વરસાદ પડયો, રોગચાળાની ચિંતા
તો જામનગરમાં બે દિવસના વાદળીયા વાતાવરણ બાદ કાલાવડ તાલુકામાં વરસાદ પડયો છે. જેમાં જામનગર તાલુકાના નિકાવા, આણદપર અને બેડિયા સહિતના ગામોમાં વરસાદ ખાબકયો હતો. સાથે જ નાનાવડાલા, શિશાંગ સહિતના ગામોમાં અસહ્ય ગરમી બાદ વરસાદ પડયો છે. આ વરસાદ પડવાથી ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. સાથે જ ગરમી અને વરસાદી વાતાવરણને કારણે લોકોની તબિયત પર પણ અસર દેખાઇ રહી છે. આમ, કોરોનાની સાથે સાથે ઉનાળામાં વરસાદ પડતાં લોકોમાં ચિંતાનો માહોલ છે.

કયાં કેવો અને કેટલો વરસાદ પડયો ?
કાલાવડ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
તાલુકાના ખંઢેરા અને બાંગા ગામે કરા સાથે જોરદાર વરસાદ
એક કલાકમાં 1.50 ઈંચ જેટલો વરસાદ પડ્યો
તાલુકાના ખંઢેરા, બાંગા, બેરાજા, ખાનકોટડા અને આજુબાજુના ગામોમાં વરસાદ
વરસાદ પડવાથી ખેડૂતોના ઉનાળુ પાક તલ, મગ અને બાજરીમાં નુકસાન

મોરબી પંથકમાં વરસાદ ખાબકયો

મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જેમાં જિલ્લાના હમીરપર, નેકનામ, સખપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. એકતરફ કોરોનામાં શરદી, તાવ અને ઉધરસના લક્ષણો જોવા મળે છે. ત્યારે ડબલ સિઝનને લઇને સામાન્ય લોકોમાં પણ શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળતા અનેક લોકોમાં ચિંતાનો માહોલ છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">