AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: ફ્લોટર ફંડ શું હોય છે, શું કરવું જોઈએ તેમાં રોકાણ?

MONEY9: ફ્લોટર ફંડ શું હોય છે, શું કરવું જોઈએ તેમાં રોકાણ?

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 29, 2022 | 7:58 PM
Share

ફ્લોટર રેટ ફંડને ફ્લોટિંગ રેટ ડેટ મ્યુચ્યુઅલ ફંડ કહે છે. આ પ્રકારના ફંડ હવે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર્સ અને ક્લાયન્ટ્સમાં લોકપ્રિય થઇ રહ્યા છે. એડવાઇઝર્સને લાગે છે કે આવતા મહિનામાં વ્યાજ દરોના વધતા માહોલમાં આ ફંડ સારો ફાયદો ઉઠાવવાની હાલતમાં હશે.

MONEY9: ફ્લોટર રેટ ફંડ (FLOATER RATE FUND)ને ફ્લોટિંગ રેટ ડેટ મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND) કહે છે. આ પ્રકારના ફંડ હવે મ્યુચ્યુઅલ ફંડ એડવાઈઝર્સ અને ક્લાયન્ટ્સમાં લોકપ્રિય થઇ રહ્યા છે. એડવાઇઝર્સને લાગે છે કે આવતા મહિનામાં વ્યાજ દરોના વધતા માહોલમાં આ ફંડ સારો ફાયદો ઉઠાવવાની હાલતમાં હશે. ઉદાહરણ સાથે જોઈએ તો શ્રીધર નાયરે જ્યારે સાંભળ્યું કે વ્યાજ દરો વધવાના છે, તો તેમના માથે ચિંતાની રેખાઓ દેખાવા લાગી. જો કે, તેમણે કોઈ લોન નહોતી લીધી, પરંતુ તે એ વાતને લઈને પરેશાન દેખાઇ રહ્યા હતા કે ઉંચા વ્યાજ દરોના માહોલમાં કેવા પ્રકારના ફંડમાં પૈસા લગાવાય. ક્યાંક વાંચ્યુ કે વધતા વ્યાજ દરોના માહોલમાં ફ્લોટર ફંડમાં પૈસા લગાવવા સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમને આ ઈન્ટરેસ્ટીંગ પણ લાગ્યું, પરંતુ આ ફંડ શું હોય છે તેને વિસ્તારથી સમજવું હતું. હવે તે પહોંચ્યા પોતાના ફાઈનાન્સિયલ એક્સપર્ટ મોહિતની પાસે. મોહિતે તેમને ફ્લોટર રેટ ફંડની પૂરી જાણકારી આપી.

ફ્લોટર રેટ ફંડને ફ્લોટિંગ રેટ ડેટ મ્યુચ્યુઅલ ફંડ કહે છે. આ પ્રકારના ફંડ હવે મ્યુચ્યુઅલ ફંડ એડવાઈઝર્સ અને ક્લાયન્ટ્સમાં લોકપ્રિય થઈ રહ્યા છે. એડવાઇઝર્સને લાગે છે કે આવતા મહિનામાં વ્યાજ દરોના વધતા માહોલમાં આ ફંડ સારો ફાયદો ઉઠાવવાની હાલતમાં હશે.

ફ્લોટિંગ રેટ મ્યુચ્યુઅલ ફંડ એવા ડેટ મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જેમના રિટર્નમાં વ્યાજ દરોમાં ફેરફાર અનુસાર ઉતાર-ચડાવ થતા રહે છે. આ ફિક્સડ ઈન્કમ અને ફ્લોટિંગ ઈન્ટરેસ્ટ રેટ સાધનો જેવા કે બૉન્ડ, બેંક લોન અને અન્ય ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ફ્લોટિંગ રેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે તમે 75થી 100 ટકા પૈસા એવી એસેટમાં લગાવો છો, જેનું વેરિએબલ ઈન્ટરેસ્ટ હોય છે. તેમાં વ્યાજ દરોમાં ઉતાર-ચડાવની ઘણી જ ઓછી અસર થાય છે. જ્યારે ફિક્સ દરોવાળા ફંડ કે સાધનમાં આ વધારે હોય છે. ઊંચા વ્યાજ દરોના આ સમયમાં એટલા માટે આ ફંડ લોકપ્રિય વિકલ્પ હોય છે, કારણ કે વ્યાજ દરો વધવાનો અર્થ એ છે કે આ ફંડમાં રિટર્ન વધુ મળે છે.

ટ્રસ્ટ MFના CEO સંદીપ બાગલા કહે છે કે જ્યારે વ્યાજ દરો નીચે જાય છે તો બૉન્ડ ફંડમાં રોકાણ કરનારાને ફાયદો થાય છે. પરંતુ જ્યારે વ્યાજ દરો વધે છે તો રોકાણકારો માટે સારુ એ હોય છે કે તે ફ્લોટિંગ રેટ ફંડમાં રોકાણ કરે, જ્યાં તેમને મધ્યમ રિટર્ન એટલે કે મૉડરેટ રિટર્ન પ્રાપ્ત થાય છે.  ફ્લોટિંગ રેટ ફંડમાં લિક્વિડ ફંડ જેવું રિટર્ન પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે સ્પ્રેડ વધે છે તો તેમાં માર્ક ટુ માર્કેટ રિસ્ક હોય છે.

વધતા વ્યાજ દરના માહોલમાં ફ્લોટિંગ રેટ ફંડ કેમ શ્રેષ્ઠ છે

ફ્લોટિંગ રેટ ફંડ કોઈ રોકાણકારના ડેટ પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરે છે. આ ફંડ અલગ અલગ વ્યાજ દરોવાળા ડેટ સાધનોમાં રોકાણ કરે છે, એટલે પોર્ટફોલિયોમાં કુલ મળીને જોખમ ઓછું થઈ જાય છે.

આ ઉપરાંત, ફ્લોટિંગ રેટ ફંડમાં રોકાણથી ડ્યૂરેશન રિસ્ક ઘટી જાય છે. ડ્યૂરેશન રિસ્ક એટલે જે રોકાણકારો લૉંગ ટર્મ ફિકસ્ડ ઈન્કમ સાધનોમાં રોકાણ કરે છે, તેમને વ્યાજ દરો વધવાથી થતું નુકસાન. આને ઘણીવાર માર્ક ટૂ માર્કેટ એટલે કે MTM જોખમ પણ કહેવાય છે. આ રીતે વધતા વ્યાજ દરોના માહોલમાં ફ્લોટિંગ રેડ ફંડમાં લૉંગ ટર્મ ઈન્કમ પ્રોડક્ટની સરખામણીમાં ડ્યૂરેશન રિસ્ક ઘટી જાય છે.

કેટલું મળે છે રિટર્ન

ફ્લોટિંગ રેટ ફંડના રિટર્ન બેંચમાર્ક ઈન્ટરેસ્ટ રેટ સાથે જોડાયેલા હોય છે. એટલે વ્યાજ દરો વધવાના માહોલમાં તેમાં અન્ય ફિકસ્ડ ઇન્કમ ફંડની સરખામણીમાં સારુ રિટર્ન મળે છે. પાંચ વર્ષમાં એવરેજ આ ફંડ્સે 6%થી વધુ વાર્ષિક રિટર્ન આપ્યું છે. જો કે જ્યારે વ્યાજ દરોમાં ઘટાડો થાય છે તો ફ્લોટિંગ રેટ ફંડનું રિટર્ન અન્ય ફિકસ્ડ ઈન્કમ ફંડની સરખામણીમાં ઓછું હોય છે તો શ્રીધર જેવા કન્ઝર્વેટિવ રોકાણકારોને વધારે શું જોઇએ? એફડીથી સારુ વ્યાજ અને તે પણ સુરક્ષિત ગણાતા કોઇ ડેટ ફંડમાં. 

મની9ની સલાહ

  1. આ કેટેગરીના મોટાભાગના ફંડ નાની અવધિ માટે લોન લે છે, જેના કારણે જોખમ ઘટી જાય છે.
  2. જ્યારે વ્યાજ દરો વધી રહ્યા હોય તો આ રોકાણનો સારો વિકલ્પ હોઈ શકે છે.
  3. તેમાં રિટર્નનો અંદાજો લગાવવો સરળ હોય છે.
  4. 3 કે 5 વર્ષમાં આ ફંડ તમને એફડીથી વધુ રિટર્ન આપી શકે છે.
  5. લૉંગ ટર્મમાં જ્યારે વ્યાજ દરો ઘણાં નીચે જવા લાગે તો તમે તેમાંથી પૈસા બહાર કાઢી શકો છો.
g clip-path="url(#clip0_868_265)">