જાણો દાદાએ તેની પૌત્રીને એવો તો શું મેસેજ કર્યો કે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો

એક મહિલાએ ટીકટોક પર તેના દાદા સાથે થયેલી વાતના સ્ક્રીન શોટ શેયર કર્યા છે. આ ચેટ વાંચીને લોકોના હ્રદય પીગળી રહ્યા છે અને લોકો આ ચેટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

જાણો દાદાએ તેની પૌત્રીને એવો તો શું મેસેજ કર્યો કે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Grandpa-granddaughter chat viral
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jul 20, 2021 | 8:26 PM

હાલના સમયમાં બધા જ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. પહેલાના સમયમાં લોકો એકબીજા સુધી સંદેશો પહોંચાડવા પત્ર લખતા હતા, જેની જગ્યા હવે ટેક્સ્ટ મેસેજે લઈ લીધી છે. વોટ્સએપ અને તેના જેવા કેટલાક ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના ઉપયોગથી ઝડપથી સંદેશાઓનું આદાન-પ્રદાન કરી શકાય છે.

સાથે જ ટેક્નોલોજીના વિકાસને કારણે કોઈ પણ વસ્તુનો ફોટો કે સ્ક્રિન શોટ લઈને શેયર કરવું પણ સરળ બની ગયુ છે. હાલ સોશિયલ મીડિયા પર દાદા-પૌત્રીની એક ચેટ ખૂબ વાયરલ (Viral Chat) થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ચેટમાં એવું તો શું હતુ કે તે વાયરલ થઈ રહી છે.

એક મહિલાએ ટીકટોક પર તેના દાદા સાથે થયેલી વાતના સ્ક્રીન શોટ શેયર કર્યા છે. આ ચેટ વાંચીને લોકોના હ્રદય પીગળી રહ્યા છે અને લોકો આ ચેટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મેગન એલિઝાબેથ (Megan Elizabeth) નામની આ સિંગલ મહિલાએ પોતાના 91 વર્ષિય દાદાએ તેને કરેલો વોર્નિંગ મેસેજ ટિકટોક પર શેયર કર્યો.

જેમાં લખ્યુ હતુ કે, મે એક આર્ટીકલ વાંચ્યો છે જેમાં લખ્યુ છે કે, ‘જો તમને તમારો લાઈફ પાર્ટનર 29 વર્ષની ઉંમર સુધીમાં ન મળે તો તમે આખી જીંદગી એકલા જ રહેવાના છો. 3 મહિના પછી તારો બર્થડે છે એટલે હુ ફક્ત તને આ વાત જણાવવા માંગતો હતો’

આ મેસેજના બદલે મેગને તેમને ફક્ત “Thanks” કહ્યુ. મેગન દ્વારા શેયર કરવામાં આવેલા એક અન્ય મેસેજમાં લખ્યુ છે કે, મેગન, હુ તારો દાદા, હુ આશા કરુ છુ કે તુ વજન ઘટાડવા પર ધ્યાન આપતી હોઈશ. તને ખબર છે ને કે આપણા પરિવારમાં હાર્ટની બિમારી છે. જેના જવાબમાં મેગને લખ્યુ કે, હાં. હુ ધ્યાન આપુ છુ. થેન્ક યુ એન્ડ લવ યુ. દાદા પૌત્રી વચ્ચેનો આ પ્રેમ જોઈને લોકો ખુશ થઈ ગયા અને મેગને શેયર કરેલી આ ચેટને વધુ શેયર કરી રહ્યા છે.

આ પણ વાંચો – Taarak Mehta Ka Ooltah Chashmah માં જેઠાલાલનાં પાત્રને નકારી ચુક્યા છે આ કલાકારો, જાણો કોણ છે આ કલાકારો

આ પણ વાંચો – 2024માં થશે વિશ્વનાં સૌથી રોમાંચક લગ્નો, પૃથ્વીથી 1 લાખ ફીટની ઉંચાઈએ અવકાશમાં કરી શકાશે લગ્નો જાણો કઈ રીતે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati