AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamshera Fitoor Song: રણબીર કપૂર અને વાણીની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી, 'શમશેરા'ના 'ફિતૂર' ગીતનો વીડિયો જુઓ

Shamshera Fitoor Song: રણબીર કપૂર અને વાણીની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી, ‘શમશેરા’ના ‘ફિતૂર’ ગીતનો વીડિયો જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 3:03 PM
Share

Shamshera Song Fitoor Video: 'ફિતૂર'ગીત રણબીર કપૂર (Ranbir Kapoor) અને વાણી કપુરની કેમેસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવી રહી છે, કારણ કે, આ ગીતમાં બંન્ને ખુબ રોમેન્ટિક અવતારમાં જોવા મળી રહ્યા છે

Ranbir Vaani Shamshera Fitoor Song Video: રણબીર કપૂર અને વાણી કપૂરની આગામી ફિલ્મ શમશેરા (Shamshera)નું બીજું ગીત રિલીઝ થઈ ગયું છે, જેમાં (Song Fitoor) ગીત રાજ બેનર્સ હેઠળ આ ગીતનો વીડિયો યશ રાજ ફિલ્મે પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે, આ પહેલા ફિલ્મનું ગીત હુઢુર રિલીઝ કરવામાં આવ્યું હતુ. જેને ચાહકોએ ખુબ પસંદ કર્યું હતુ. ફિતૂર પણ રણબીર કપૂર (Ranbir Kapoor) અને વાણીના ચાહકોને ખુબ પસંદ આવ્યું છે, કારણ કે આ ગીતમાં બંન્નેની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.આ ફિલ્મ શમશેરા 22 જુલાઈ 2022ના રોજ થિયેટરોમાં રીલિઝ થઈ રહી છે.

ગીત રેગિસ્તાનના શાનદાર લોકેશન પર શુટ કરાયું

ફિતૂર ગીતનો વીડિયો રણબીર અને વાણી બંન્ને વચ્ચેની પ્રેમની સ્ટોરી દર્શાવે છે, આ ગીત રેગિસ્તાનના શાનદાર લોકેશન પર શુટ કરવામાં આવ્યું છે, આ ગીતને અરજીત સિંહ અને નીતી મોહને પોતાનો અવાજ આપ્યો છે, સુદીપ જયપુરવાલાએ એડિશન વોકલ આપ્યું છે, ગીતને કંપોઝ મિથુન દ્વારા કરવામાં આવ્યું છે, આ ફિલ્મ શમશેરાના નિર્દેશક કરણ મલ્હોત્રા છે , રણબીર અને વાણીના આ ગીતને ચાહકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે,રણબીર કપૂર (Ranbir Kapoor) અને સંજય દત્તની ફિલ્મ ‘શમશેરા’નું (Shamshera) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સંજય દત્તનો ભયાનક લુક અને સ્ટાઈલ જોઈને ફેન્સ હેરાન થઈ ગયા છે, ત્યારે બીજી એક વાત પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ‘શમશેરા’ના ટ્રેલરમાં ઘણા સીન જોઈને તમને કેટલીક જૂની ફિલ્મો યાદ આવી જશે.

ડાકૂનો લુક ઘણો રસપ્રદ લાગી રહ્યો

આ ફિલ્મને યશ રાજ ફિલ્મ્સે પોતાના બેનર હેઠળ નિર્માણ કર્યું છે. કરણ મલ્હોત્રાએ તેનું નિર્દેશન કર્યું છે. ઘણા ચાહકો આ ફિલ્મ જોવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે.રણબીર કપૂરની બે બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. પહેલી ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર અને બીજી ફિલ્મના ડાયરેક્ટર કરણ મલ્હોત્રાની શમશેરા છે. બ્રહ્માસ્ત્રનું ટ્રેલર અને તેમાં એક્ટરનો લુક તેની અન્ય ફિલ્મોની જેમ જ છે. પરંતુ શમશેરામાં રણબીર કપૂર ડાકુ બનીને અત્યાર સુધીના સૌથી અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. લાંબા વાળ ઊની કાપડના કપડાં, હાથમાં બંદૂક સાથે ઘોડા પર સવાર રણબીરનો આ ડાકૂનો લુક ઘણો રસપ્રદ લાગી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">