Breaking News : કોમર્શિયલ ગેસની અછતને કારણે, મુંબઈ-દાદરના મશહુર અશોક વડાપાઉને તાળા વાગ્યાં
મુંબઈના દાદરમાં આવેલ કીર્તિ કોલેજ પાસે મશહુર અશોક વડા પાવનો સ્ટોલ આવેલ છે. જે કીર્તિ કોલેજ વડા પાવ તરીકે પણ ઓળખાય છે. અશોક વડાપાઉ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અછતને કારણે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. અશોક વડાપાઉનો સ્ટોલ મુંબઈ અને મહારાષ્ટ્ર વખણાતા વડાપાઉ સેન્ટરોમાં સૌથી જાણીતા વડા પાવ સ્ટોલ પૈકીનો એક ગણાય છે.
મુંબઈના મશહુર કીર્તિ કૉલેજ વડા પાવ સ્ટોલ, જે અશોક વડા પાવ સેન્ટર તરીકે પણ ઓળખાય છે, તે કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અછતને કારણે અસ્થાયી રૂપે બંધ કરી દેવાયો છે. આ સ્ટોલ ફક્ત સ્ટ્રીટ ફૂડ જ નથી, પરંતુ મુંબઈ શહેરની ઓળખનો એક ભાગ પણ છે. દાદર ગયેલા સૌ કોઈએ અશોકના વડાપાવનો ટેસ્ટ કર્યો જ હોય છે.
મુંબઈના દાદરમાં આવેલ કીર્તિ કોલેજ પાસે મશહુર અશોક વડા પાવનો સ્ટોલ આવેલ છે. જે કીર્તિ કોલેજ વડા પાવ તરીકે પણ ઓળખાય છે. અશોક વડાપાઉ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અછતને કારણે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. અશોક વડાપાઉનો સ્ટોલ મુંબઈ અને મહારાષ્ટ્ર વખણાતા વડાપાઉ સેન્ટરોમાં સૌથી જાણીતા વડા પાવ સ્ટોલ પૈકીનો એક ગણાય છે. આ સ્ટોર પરથી વડાપાઉ ખાવા માટે રોજબરોજ સેંકડો લોકો લાંબી લાંબી લાઈનમાં ઊભા હોય છે.
એલપીજીની અછતને કારણે અશોક સ્ટોલ ગઈકાલ સોમવારથી બંધ છે. આ સ્થળે વડા પાવ ખાવા આવેલા અનેક ગ્રાહકોને નિરાશ થયા છે. સિદ્ધિવિનાયક ખાતે દર્શન કરીને ગુજરાતથી ખાસ અશોકના વડાપાવ ખાવા આવેલા જીત મનવાણી અને રાજ પટેલ જેવા ગ્રાહકોએ સ્ટોલ બંધ હોવાથી નિરાશા વ્યક્ત કરી હતી. આ સ્ટોલ ફક્ત સ્ટ્રીટ ફૂડ આઈટમ નથી, પરંતુ મુંબઈની સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ બની ગયો છે. રાધણ ગેસની અછતને કારણે 8 થી 10 લોકોને રોજગારી આપતો આ સ્ટોલ હાલમાં બંધ થઈ ગયો છે.
મહારાષ્ટ્ર રાજ્યને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.