કોરોનાથી બચવા માટે પોલીસ ચોકીમાં નાસ લેવાની દેશી વ્યવસ્થા, જુઓ આ અનોખા જુગાડનો વિડીયો

એક વીડિયો દક્ષિણ દિલ્હીની પોલીસ ચોકીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસકર્મીઓ પ્રેશર કૂકરની મદદથી પાસે ઉભા રહીને સ્ટીમ લેતા નજરે પડે છે.

  • tv9 webdesk37
  • Published On - 13:41 PM, 27 Apr 2021
કોરોનાથી બચવા માટે પોલીસ ચોકીમાં નાસ લેવાની દેશી વ્યવસ્થા, જુઓ આ અનોખા જુગાડનો વિડીયો
Viral Video

કોરોનાવાયરસ દેશભરમાં તબાહી મચાવી રહ્યો છે અને દરરોજ કેસના નવા રેકોર્ડ તૂટી રહ્યા છે, અને જેના માટે લોકોને સાવચેતી રાખવા સતત વિનંતી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક લોકો સંક્રમણથી બચવા જુદા જુદા પગલા અજમાવી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર પણ પોસ્ટ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો દક્ષિણ દિલ્હીની પોલીસ ચોકીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસકર્મીઓ પ્રેશર કૂકરની મદદથી પાસે ઉભા રહીને સ્ટીમ લેતા નજરે પડે છે.

આ વિડિઓમાં જોઈ શકાય છે કે પ્રેશર કૂકર પાઇપથી કનેક્ટેડ છે અને કૂકર સ્ટોવ પર મુકેલું છે. આ પાઇપમાં અલગ અલાગ જગ્યાએ સ્પ્રે લગાવવામાં આવ્યા છે, જ્યાંથી સ્ટીમ નીકળે છે અને ત્યાંથી પોલીસકર્મીઓ વરાળ લેતા નજરે પડે છે. હવે આ પદ્ધતિ કેટલી અસરકારક છે, આ ક્ષણે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વપરાશકર્તાઓ આ શોર્ટકટ પદ્ધતિને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો કહે છે કે નવા જુગાડુ પગલા લેવામાં કોઈ આપણી બરાબરી કરી શકે એમ નથી. એક સામાન્ય કુકરનો ઉપયોગ સ્ટીમ મશીન તરીકે કરતા કોઈ આપણા પાસેથી શીખે.

સ્ટીમ લેવાની શોર્ટકટ પધ્ધતિના આવા ઘણા વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા આવો જ એક વીડિયો આર્મી ટ્રેનિંગ સેન્ટરથી વાયરલ થયો હતો, જ્યાં સૈન્યના જવાનો કૂકર પાસેથી સ્ટીમ લઈ રહ્યા હતા. ગાઝિયાબાદ પોલીસે પણ આ અનોખો અભિગમ અપનાવ્યો છે. લોકોને સોશિયલ મીડિયા પર આ પદ્ધતિ ખૂબ ગમી રહી છે. લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે, પરંતુ તેના પર વિવિધ ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઘણા લોકોએ વાયરસના ચેપને ટાળવા માટેના દિલ્હી પોલીસના આ વિચારની પ્રશંસા કરી હતી.

આ સમયે લોકોની ચિંતા ખુબ વધી ગઈ છે. વાયરસથી બચવા માટે અલગ અલગ ઉપાયો અજમાવી રહ્યા છે. આવામાં કોઈ મશીન લાવે છે તો કોઈ જુગાડ કરે છે. અને આવા દરેક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે.

 

આ પણ વાંચો: કોરોનામાં યોગ કેટલા અસરકારક છે? જાણો ઘરે ઓક્સિજન લેવલ વધારવા વિશે શું કહે છે બાબા રામદેવ

આ પણ વાંચો: ઓક્સિજનનું લેવલ ઓછું હોવાના આ છે સંકેત, જાણો ક્યારે થવું પડે છે હોસ્પિટલમાં એડમિટ