કોરોનામાં યોગ કેટલા અસરકારક છે? જાણો ઘરે ઓક્સિજન લેવલ વધારવા વિશે શું કહે છે બાબા રામદેવ

કોરોનામાં યોગ કેટલા અસરકારક છે? જાણો ઘરે ઓક્સિજન લેવલ વધારવા વિશે શું કહે છે બાબા રામદેવ
Baba Ramdev

કોરોનાથી બચવા માટે પોતાને સ્વસ્થ રાખવા, ખોરાક અને કસરત પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવે છે. બાબા રામદેવે તાજેતરમાં આ વિશે વાત કરી હતી.

Gautam Prajapati

|

Apr 27, 2021 | 12:52 PM

તાજેતરમાં જ બાબા રામદેવે એક ખાનગી સમાચાર સંસ્થાને ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં બાબાએ આ કોરોનાના સમયમાં સ્વસ્થ રહેવાના ઉપાયો પણ જણાવ્યા હતા. કોરોનાથી બચવા માટે પોતાને સ્વસ્થ રાખવા, ખોરાક અને કસરત પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવે છે. ઓક્સિજનના સ્તરને વધારવા માટે સંવર્ધન કસરત ખૂબ અસરકારક માનવામાં આવે છે. શ્વાસ લેવાની કસરતનો શ્રેષ્ઠ માધ્યમ એ યોગ અને પ્રાણાયામ છે. યોગ ગુરુ બાબા રામદેવે આ મુલાકાતમાં કહ્યું કે શરીરમાં ઓક્સિજનનું સ્તર કેવી રીતે કુદરતી રીતે જાળવી શકાય છે. ઉપરાંત, કોરોનાના દર્દીઓ કયા કયા યોગ-પ્રાણાયામ કરી શકે છે જેથી તેમને ઓક્સિજનની કોઈ સમસ્યા ન થાય.

અનુલોમ-વિલોમ

બાબા રામદેવે કહ્યું કે અનુલોમ-વિલોમ કરવાથી ઓક્સિજનનું સ્તર 95-100 સુધી જળવાઇ રહે છે. બાબા રામદેવે કહ્યું કે જો કોઈ દર્દી સામાન્ય ઓક્સિજનની તકલીફથી પીડાય છે અને તેને કોઈ તાત્કાલિક તબીબી વ્યવસ્થા નથી મળી રહી, તો અનુલોમ-વિલોમ તેના માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પ્રાણાયામ

ઓક્સિજનનું સ્તર વધારવામાં ભાસ્ત્રિકા પ્રાણાયામ પણ ખૂબ અસરકારક છે. આ પ્રાણાયામમાં લાંબા શ્વાસ લો અને છોડો. શ્વાસ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ શ્રેષ્ઠ પ્રાણાયામ છે. આ સિવાય તમે કપલભાતી, ઉજ્જાયી અને શીતકારી પ્રાણાયામ પણ કરી શકો છો.

આ પ્રાણાયામ નિયમિત કરવાથી શરીરના અંગો પર પણ અસર પડે છે. અને શ્વસન પ્રક્રિયા પર પણ ખુબ સકારાત્મક અસર પડે છે.

ફેફસાંને કેવી રીતે સ્વસ્થ રાખવા

ફેફસાને લઈને બાબા રામદેવનું કહેવું છે કે નાસ/ વરાળ લેવાથી ફેફસાંની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થાય છે. તમે પાણીમાં દેશી કપૂર, અજવાઇન, પેપરમિન્ટ તેલ, નીલગિરી તેલ ઉમેરો અને તેમાં 5 એમએલ લવિંગ તેલ પણ ઉમેરી દો. તેની વરાળ લેવાથી તમને મોટો ફાયદો થશે.

બાબા રામદેવે તાજેતરમાં એક ખાનગી ચેનલની મુલાકાતમાં કોરોનામાં યોગથી ઓક્સિજન વધારવાના ઉપચાર જણાવ્યા હતા. જોકે આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો પણ એટલો જ જરૂરી છે. સ્થિતિ ગંભીર જણાય ત્યારે તબીબોનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો: ઓક્સિજનનું લેવલ ઓછું હોવાના આ છે સંકેત, જાણો ક્યારે થવું પડે છે હોસ્પિટલમાં એડમિટ

આ પણ વાંચો: કોરોના ગાઈડલાઈનને લઈને થાઈલેન્ડ કડક, માસ્ક ના પહેરવા પર પ્રધાનમંત્રીને ફટકાર્યો દંડ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati