“આ જન્મમાં તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને નહીં હરાવી શકો મોદીજી” સોશિયલ મીડિયા પર કેજરીવાલના મીમ્સ થયા વાયરલ
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ધોબી પછાડ મળી છે. આ લખાય છે ત્યાં સુધી ભાજપને ક્લિયર મેજોરિટી મળી ચુકી છે અને ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે દિલ્હીમાં ભાજપ સરકાર બનવવા જઈ રહી છે. ત્યારે કેજરીવાલના અગાઉના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે કેજરીવાલ

દિલ્હીમાં ભાજપે આમ આદમી પાર્ટીને ધોબીપછાડ આપી છે. આમ આદમી પાર્ટીને કરારી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં ભાજપનો 27 વર્ષનો વનવાસ ખતમ થયો છે અને ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે અને કેજરીવાલના જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
જુઓ વીડિયો
इस अहंकारी आदमी का दिल्ली अध्याय बंद हुआ! https://t.co/ORsV8oFZpy pic.twitter.com/40sCfUUd9l
— Yashwant Singh (@yashbhadas) February 8, 2025
સોશિયલ મીડિયા એક્સ પર યશવંતસિંઘ નામના એક યુઝરે વીડિયો પોસ્ટ કર્યો છે જેમા કેજરીવાલ કહી રહ્યા છે “હું નરેન્દ્ર મોદીને કહેવા માગુ છુ કે મોદીજી આ જન્મમાં તો તમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને નહીં હરાવી શકો, તમારે બીજો જન્મ લેવો પડશે. આ જન્મમાં તો અમને નહીં હરાવી શકો”. આ જ વાત કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં પણ કહ્યુ હતુ “તમે રોકવાની કોશિષ કરશો અને વિચારશો કે હું દિલ્હી જીતી લઉ તો આ જન્મમાં તો નહીં જીતી શકો મોદીજી”
હવે લોકો કેજરીવાલના ખુદના જૂના વીડિયો વાયરલ કરી મજા લઈ રહ્યા છે.