છોટાઉદેપુરમાં વરસાદ પડતા પાકને નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માગ
છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. માવઠુ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. નાલેજ, પીપલેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે. તો તુવેર અને ડાંગરના પાકમાં પણ મોટું નુકસાન થયું છે. વરસાદે જગતના તાતના માથે મુશ્કેલીના વાદળો ઉભા કરી દીધા છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.
સમગ્ર રાજ્યની સાથે છોટા ઉદેપુરમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવશે, માવઠુ પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે. નાલેજ, પીપલેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસના પાકમાં નુકસાન થયું છે. તો તુવેર અને ડાંગરના પાકમાં પણ નુકસાન થયું છે.
વરસાદે જગતના તાતના માથે મુશ્કેલીના વાદળો ઉભા કરી દીધા છે. ખેડૂતોને માવઠાને કારણે નુકસાન થતા સરકાર પાસે સહાયની માગ કરી છે. ખેડૂતોએ વાવેલો પાક મોટા ભાગનો નાશ પામી ચુક્યો છે. ત્યારે ખેડૂતો હવે 12 મહિનાના પાકને કાઢીને 3 મહિનાના શિયાળુ પાક કરવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો: મોરબીમાં વરસાદ સાથે બરફના કરા પડતા ભારે નુકસાન, ફેકટરીઓના સેડમાં પડ્યા કાણા
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Makbul Mansuri)
Latest Videos
Latest News