બળદગાડા પર સવારી કરીને ચંદ્રબાબુ નાયડુએ વિરોધીઓને આપ્યો જવાબ, જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: Feb 16, 2023 | 5:43 PM

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ રાજ્યમાં આયોજિત રેલીમાં બળદ ગાડાની સવારી કરીને વિરોધીઓને મોટો સંદેશ આપ્યો છે. ચંદ્રબાબુ નાયડુને લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓની એકતાના મોટા ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા છે.

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 2024ની ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં પ્રભુત્વ જમાવવા માંગે છે. જેના માટે ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશમાં પણ કોઈ કસર છોડવા માંગતા નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે, નાયડુ બળદગાડા પર સવાર થઈને પોતાના વિરોધીઓને સીધો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. રેલી દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે ચંદ્રબાબુ નાયડુ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓના મુખ્ય ચહેરા તરીકે પોતાને સ્થાપિત કરવા માંગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષના જાન્યુઆરીમાં આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં TDP નેતા ચંદ્રબાબુ નાયડુની જાહેર સભા દરમિયાન નાસભાગ મચી હતી. જેમા 3 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. અગાઉ  TDP નેતા ચંદ્રબાબુ નાયડુની જાહેર સભા દરમિયાન નેલ્લોરમાં થયેલી નાસભાગમાં 8 લોકોના મોત થયા હતા.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati