Breaking News : અમરેલીના કોવાયા ગામે સિંહણે યુવકનો શિકાર કર્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 16, 2026 | 12:59 PM

ગત સપ્તાહ માંજ અમરેલીના બગસરાના ઘંટીયાણ ગામે સિંહણે પરપ્રાંતિય પરિવારના 7 વર્ષીય બાળકને ફાડી ખાધુ હતુ. આજે અમરેલીના કોવાયા ગામમાંથી યુવક પર સિંહણે ધાતકી હુમલો કર્યા બાદ મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રકાશ ચંદ્ર નામના પરપ્રાંતીય યુવક પર એક સિંહણએ ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. ઘટનાસ્થળેથી માત્ર તેની ખોપરી જ મળી આવી તથા માત્ર પાંસળીના થોડા અવશેષો જ મળ્યા છે. જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કુતરાની જેમ આંટા મારતા હોય છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે. જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી.

ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા

અમરેલીના કોવાયામાં સિંહણના હુમલામાં યુવકના મોતનો મામલે હવે ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે.સિંહણ દ્વારા એક વ્યક્તિનો શિકાર કરવામાં આવ્યો તે ખૂબ દુખની બાબત છે. તેમણે કહ્યું કે, હું આજે જ રાજ્ય સરકારને પત્ર લખી સ્ટાફ વધારવા માટેની માંગણી કરું છુ. સિંહોની સંખ્યા વધી તે સારી વાત છે પરંતુ માનવ મૃત્યુ થાય તે આપણા માટે દુઃખની વાત છે.સિંહોની સંખ્યા વધી છે તેની સામે અધિકારી સ્ટાફ ટ્રેકર્સની સંખ્યા વધારવા હું સરકાર સમક્ષ માંગણી કરીશ.

યુવકનો શિકાર કર્યા બાદ ગણતરીના કલાકમાં સિંહણ પાંજરે પુરાઈ છે.ફોરેસ્ટની ટીમે ટ્રાન્કવિલાઈઝ કરી સિંહણને પાંજરે પુરી છે.વન વિભાગ વધુ કેટલાક સિંહોનું પણ રેસ્ક્યૂ કરશે.

શું છે સમગ્ર ઘટના

રાજૂલાનાં કોવાયા ગામે સિંહણના હૂમલાની ધટના સામે આવી હતી.છેલ્લાં એક અઠવાડીયામાં બીજો શિકાર છે.કોવાયા ગામ નજીક પરપ્રાંતિય યુવકનો સિંહણે શિકાર કર્યો હતો.હોટેલમાં કામ કરતાં પ્રકાશ ચંદ્રનું મોત થયું છે. ઉત્તરાખંડનો રેહવાસી પ્રકાશચંદ્ર પોતાનાં વતન જવા માટે નીકળ્યો હતો.સિંહણ દ્વારા યુવકનો આક્રમક રીતે શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. માત્ર ખોપડી મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સાથે રોષ જોવા મળી રહ્યો છે.રાજૂલા રેન્જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

સિંહનો આવો વીડિયો ક્યાંય નહીં જોયો હોય, શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજારાજા- જુઓ Video અહી ક્લિક કરો

Follow Us