AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીડિયો: બોટાદ પોલીસે ટ્રક ચોરીનો ભેદ ઉકેલ્યો, ત્રણ શખ્સોની કરી ધરપકડ

વીડિયો: બોટાદ પોલીસે ટ્રક ચોરીનો ભેદ ઉકેલ્યો, ત્રણ શખ્સોની કરી ધરપકડ

| Updated on: Nov 05, 2023 | 7:21 AM
Share

બોટાદ શહેરના સાળંગપુર રોડ પરથી 10 દિવસ પહેલા એક ટ્રકની ચોરી થયેલ હતી, જે બાબતે તેની બોટાદ શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા બોટાદ એલસીબી પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરી અને ગણતરીના દિવસોમાં ટ્રક ચોરીનો ભેદ ઉકેલી ચોરાયેલ ટ્રક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તરફથી શહેર અને જિલ્લામાં મિલકત સંબંધીત ગુન્હાઓને અટકાવવા કડક અને અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ આવા પેન્ડીંગ ગુન્હાઓને તાત્કાલીક અસરથી ડિટેક કરવા સુચના આપેલી હતી.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર રહેતા શાહરૂખભાઈનો ટ્રક 10 દિવસ પહેલા ચોરી થયાની ફરિયાદ નોંધાવેલી હતી. જે બાબતે બોટાદ એલસીબી પીઆઈ ટીએસ રીઝવી અને એલસીબી પીએસઆઈએસ બી સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા તાત્કાલીક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો

એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ટ્રક ચોરીનો ભેદ ઉકેલી ટ્રક ચોરી કરનારા ત્રણેય શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બોટાદ શહેરમાં ગત તારીખ 22-10-23થી 23-10-23ના કોઈઅજાણ્યા શખ્સો દ્વારા ટ્રક નંબર GJ 03 W 8284 જેની કિમત રૂપિયા 4.20 લાખના ટ્રકની ચોરી કર્યાની પોલીસ ફરીયાદ દાખલ થયેલ હતી. આ બાબતે એલસીબી પીઆઈ ટીએસ રીઝવી અને એલસીબી પીએસઆઈ એસ બી સોલંકી અને તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્રણ લોકોની અટકાયત કરી હતી

એલસીબી સ્ટાફ બોટાદ શહેરનાં ગઢડા રોડપર હરિદર્શન પાસે પેટ્રોલિંગમા હતા, તે દરમ્યાન ચોરાયેલ ટ્રક જોવા મળતા એલસીબી સ્ટાફે તપાસ કરતા ચોરી થયેલ ટ્રક સાથે અકીલભાઇ ઉર્ફે ભોલુ યુનુસભાઇ શેખને પકડી પુછપરછ દરમ્યાન આ ટ્રક પોતે તથા તાલબભાઇ ઉર્ફે દાદુ અયુબભાઇ કુરેશી તથા ઇલીયાસભાઇ ઉર્ફે ઇલુ રજાકભાઇ કુરેશીએ અમે સાથે મળીને ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

એલસીબી પોલીસે ત્રણેય શખ્સોને પકડી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ ટ્રક કિંમત રૂપિયા 4.20 લાખની રીકવર કરેલી હતી અને 10 દિવસ પહેલા થયેલ ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ એલસીબી પોલીસે હાથ હાથ ધરેલી છે.

આ પણ વાંચો: બોટાદ સમાચાર: ગઢડાના જીવદયા પ્રેમી યુવાનોની સરાહનીય કામગીરી, અકસ્માતો અટકાવવા પશુઓને લગાવ્યો રેડિયમ બેલ્ટ

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

 

Published on: Nov 04, 2023 07:56 AM
g clip-path="url(#clip0_868_265)">