બિહાર જતી વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, મુસાફરો થયા ઇજાગ્રસ્ત

બિહાર જતી વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, મુસાફરો થયા ઇજાગ્રસ્ત

| Updated on: Nov 16, 2023 | 11:54 AM

શાલી એક્સપ્રેસ ટ્રેનના S6 કોચમાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઇ હતી. તેમજ મુસાફરો ડરી ગયા હતા. આગની ઘટનામાં 19 રેલવે મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. છેલ્લા 12 કલાકમાં ઇટાવામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે.

છેલ્લા 12 કલાકમાં ઇટાવામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. બિહાર જતી વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. આ વૈશાલી એક્સપ્રેસ ટ્રેનના S6 કોચમાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઇ હતી. તેમજ મુસાફરો ડરી ગયા હતા. આગની ઘટનામાં 19 રેલવે મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્ત થયેલા તમામ મુસાફરોને નજીકની હોસ્પિલટમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

વર્ષ 2023 રેલવે વિભાગ માટે અપશુકનિયાળ

દિલ્લીથી દરભંગા જતી ટ્રેનના 2 સ્લીપર એટલે કે કોચ S1 અને S2 સ્લીપર કોચમાં ભયંકર આગ લાગી હતી. રેલવે વિભાગ દ્વારા બંને ટ્રેન દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વર્ષ 2023 જાણે કે રેલવે વિભાગ માટે અપશુકનિયાળ હોય તેવો ઘાટ સર્જાયો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ઘણી ટ્રેન દુર્ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેનો સીધો ભોગ રેલવે મુસાફરો બન્યા છે.

ટ્રેનમાં આગ અને અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ટ્રેન દુર્ઘટનામાં અનેક રેલવે મુસાફરો ડરી ગયા છે. તો અનેક મુસાફરોની જીંદગી નર્કાગારમાં ફેરવાઇ ગઈ છે. તો ક્યાંક ષડયંત્ર તો ક્યાંક માનવીય ભૂલના કારણે સર્જાતા અકસ્માતોએ રેલવે વિભાગની ચિંતામાં વધારો કર્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">