ભગવાન રામને 14 વર્ષના વનવાસ દરમિયાન ભરત અને શત્રુઘ્ન ક્યાં હતા? શું તેમની હાજરી નોહતી? જાણવા માટે જુઓ વીડિયો
આજના આ વીડિયોમાં જાણીતા જ્યોતિષી ચેતન પટેલ દ્વારા વિશેષ માહિતિ વાલ્મિકી રામાયણના આધારે રજુ કરવામાં આવી છે. આ વીડિયોમાં આપને એ પણ જાણવા મળશે કે રામ, લક્ષ્મણ અને સીતાજી 14 વર્ષના વનવાસે નિકળ્યા ત્યારે ભરત અને શત્રુઘ્ન ક્યાં હતા?
ભગવાન શ્રી રામનો જયઘોષ ચારેતરફ થઈ રહ્યો છે. ઘણા દાયકાઓની લડાઈ વચ્ચે હવે રામ મંદિરનો સૂર્ય મધ્યાહને તપવા લાગ્યો છે. અયોધ્યામાં રામ લલ્લાના મંદિરને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભક્તો અત્યારથી અયોધ્યામા બિરાજમાન રામજીના દર્શન માટે આતુર બન્યા છે.
રામજીના જયનાદ વચ્ચે ટીવી9 ડીજિટલ પરથી અમે એવી માહિતિ આપવાનો પ્રયાસ કર્યો કે જેને જાણવા માટે ઘણા ભક્તો આતુર હતો. સવાલ એ થઈ રહ્યો હતો કે રામજીને વનવાસ થયો તે સમયે કેવા પ્રકારનો માહોલ હતો અને કૈકેયી દ્વારા કઈ રીતે રજુઆત દશરથ રાજા પાસે કરવામાં આવી. વશિષ્ઠ ગુરૂ પાસે રાજતિલક અને મુહૂર્તને લઈને દશરથ રાજાએ શું કહ્યું હતું? જેનો વીડિયો આપે પાછલા એપીસોડમાં જોયો.
આજના આ વીડિયોમાં જાણીતા જ્યોતિષી ચેતન પટેલ દ્વારા વિશેષ માહિતિ વાલ્મિકી રામાયણના આધારે રજુ કરવામાં આવી છે. આ વીડિયોમાં આપને એ પણ જાણવા મળશે કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતાજી સાથે સંકળાયેલી એ વાત કે જે આપને જાણવી ગમશે
વાચક મિત્રો કે જે અગાઉના કાર્યક્રમ ચુકી ગયા છે તે ટીવી9 ડિજિટલના ફેસબુક અને યુ ટ્યુબ પરથી કાર્યક્રમને લાઈવ જોઈ શકશે. હવેની આગળની સિરિઝમાં રોજ બપોરે 12.30 કલાકે ટીવી 9ના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વિવિધ વિષયોને આવરી લેતા કાર્યક્રમને લાઈવ નિહાળી શકશે.