દુનિયાભરમાં દેખાશે સૂર્ય ગ્રહણનો અદભુત નજારો, ભારતમાં થશે રાત્રે સૂર્ય ગ્રહણ

વર્ષ 2019ના 6 મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે. અને વર્ષની શરૂઆતમાં જ દુનિયા એક આંશિક સૂર્ય ગ્રહણ જોઈ ચૂકી છે. 5-6 જાન્યુઆરી દરમિયાન થયેલા સૂર્ય ગ્રહણનો નજારો પૂર્વી એશિયા અને પૈસિફિક ક્ષેત્રના દેશોમાં જોવા મળ્યો હતો. ત્યારે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ મંગળવાર 2 જુલાઈ 2019ના એટલે આજના દિવસે થવા જઈ રહ્યું છે. આ વખતના સૂર્ય […]

દુનિયાભરમાં દેખાશે સૂર્ય ગ્રહણનો અદભુત નજારો, ભારતમાં થશે રાત્રે સૂર્ય ગ્રહણ
TV9 Webdesk12

| Edited By: TV9 WebDesk8

Jul 02, 2019 | 6:17 PM

વર્ષ 2019ના 6 મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે. અને વર્ષની શરૂઆતમાં જ દુનિયા એક આંશિક સૂર્ય ગ્રહણ જોઈ ચૂકી છે. 5-6 જાન્યુઆરી દરમિયાન થયેલા સૂર્ય ગ્રહણનો નજારો પૂર્વી એશિયા અને પૈસિફિક ક્ષેત્રના દેશોમાં જોવા મળ્યો હતો. ત્યારે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ મંગળવાર 2 જુલાઈ 2019ના એટલે આજના દિવસે થવા જઈ રહ્યું છે. આ વખતના સૂર્ય ગ્રહણની ખાસ વાત એ છે કે, આ વખતે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ થવાનું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દુનિયાભરના લોકોને આ અનોખી ખગોળીય ઘટનાના સાક્ષી બનવાની તૈયારી કરી લેવાઈ છે. ભારતના સમય મુજબ સૂર્ય ગ્રહણ મંગળવાર 2 જુલાઈની રાત્રે 10.25 કલાકે શરૂ થશે. આ દરમિયાન 4 મિનિટ અને 33 સેકન્ડ સુધી સંપૂર્ણ સૂર્ય દેખાશે. વર્ષ 2017માં થયેલા સૂર્ય ગ્રહણના સમયથી વધારે સમયનું ગ્રહણ આજે રહેવાનું છે. વર્ષ 2017માં સંપૂર્ણ સૂર્યનું ગ્રહણ માત્ર 2 મિનિટ 40 સેકન્ડ રહ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોણ-કોણ ગ્રહણને નિહાળી શકશે

અમેરિકાની નાસા એજન્સી દ્વારા સૂર્યના આ ગ્રહણની લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. તે સિવાય પણ અન્ય અંતરિક્ષ એજન્સી પણ ગ્રહણની માહિતી જાહેર કરશે. કુલ 161 મિનિટ એટલે 2 કલાક અને 41 મિનિટ સુધી ગ્રહણનું અસ્તિત્વ રહેશે. જો કે ભારતમાં જે લોકો ગ્રહણને નરીઆંખે જોવા માગે છે તેને નિરાશ થવું પડશે. કારણ કે, દેશના એક પણ ખૂણે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ દેખાશે નહીં. પરંતુ જે લોકો ગ્રહણને જોવા માગે તેમને સમાચાર માધ્યમો અને નાસાની સ્ટ્રિમિંગ પર જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ ચિલી, અર્જેન્ટિના અને દક્ષિણ પેસિફિકના અંદાજે 6 હજાર મિલ સુધી દેખાશે. જો કે ભારત, પાક. અફધાન કે નેપાળ સહિત એશિયાના દેશોમાં આ જોવા મળશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શા માટે સૂર્યને ગ્રહણ લાગે છે?

સૂર્ય ગ્રહણ એક અનોખી ખગોળીય ઘટના છે. જેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો, સૂર્ય ગ્રહણમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે. આ દરમિયાન સૂર્યની એક પણ કિરણ સૂર્ય સુધી પહોંચતી નથી. આવી ખગોળીય પરિસ્થિતિને સંપૂર્ણ સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. અને લોકો પૃથ્વીના કોઈપણ ભાગથી સૂર્યને જોઈ શકતા નથી.

2019ના વર્ષમાં પહેલુ સૂર્ય ગ્રહણ આવુ હતું

5 અને 6 જાન્યુઆરી 2019ના દિવસે આંશિક સૂર્ય ગ્રહણ સર્જાયું હતું. જો કે વર્ષના આ પહેલા સૂર્ય ગ્રહણને પણ લોકો નિહાળી શક્યા નથી. ત્યારે ઉત્તર-પૂર્વી એશિયા અને ઉત્તરી પેસિફિકના દેશોમાં આંશિક સૂર્ય ગ્રહણનો અનોખો નજારો લોકોને જોવા મળ્યો હતો.

ભારતમાં ક્યારે દેખાશે સૂર્ય ગ્રહણ

ભારતના લોકોને સૂર્ય ગ્રહણ નિહાળવા માટે વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. વર્ષના અંતમાં 26 ડિસેમ્બરે ફરી એક વખત આંશિક સૂર્ય ગ્રહણ થવાનું છે. આ આંશિક સૂર્ય ગ્રહણને ભારતના લોકો પોતાની આંખેથી જોઈ શકશે. 26 ડિસેમ્બરના દિવસે 2 કલાક અને 40 મિનિટ સુધી આંશિક સૂર્ય ગ્રહણ થવાનું છે. જો વર્ષના અંત સુધી વાતાવરણની શુદ્ધતા રહી ત્યારે આ ગ્રહણને ભારતીયો જોઈ શકશે. વર્ષના અંતમાં 26 ડિસેમ્બરના દિવસે સવારે 8 વાગ્યે અને 17 મિનિટ સૂર્યનું આંશિક ગ્રહણ શરૂ થશે. આ દિવસે ગ્રહણ સવારના 9.30 કલાકે પોતાની ચરમ પર આવશે. તેની સાથે આ વર્ષનું ત્રીજુ અને છેલ્લું ગ્રહણ હશે. તો આગામી સમયમાં વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં ફરી એક વખત સંપૂર્ણ સૂર્ય ગ્રહણ યોજાશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati