માતા એકાદશીની સાથે બિરાજ્યા દેવી બજ્રેશ્વરી, જાણો હિમાચલ પ્રદેશની શક્તિપીઠનો મહિમા

ઉત્તર ભારતની નવ દેવીની દર્શન યાત્રામાં પ્રથમ મા વૈષ્ણોદેવી અને દ્વિતિય મા ચામુંડા બાદ ત્રીજા દર્શન માતા બજ્રેશ્વરી દેવીના જ થાય છે. આ સ્થાનક સાથે જોડાયેલી સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં ભક્તોને એકસાથે શક્તિના ત્રણ-ત્રણ સ્વરૂપોનું દર્શન થઈ રહ્યું છે.

TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 30, 2022 | 10:21 AM

હિમાચલ પ્રદેશ એટલે તો જાણે ધરતી પરનું સ્વર્ગ ! અને ધરતી પરના આ સ્વર્ગમાં વિદ્યમાન થયા છે એવાં દૈવી (goddess) સ્થાનકો કે જ્યાં પગ મૂકતાં જ ભક્તોના સઘળા સંતાપોનું શમન થઈ જાય છે. આજે અમારે વાત કરવી છે આદ્યશક્તિના એક એવાં જ ધામની. આ સ્થાનક એ હિમાચલ પ્રદેશનું સૌથી ભવ્ય મંદિર છે અને આ મંદિર એટલે માતા બજ્રેશ્વરીનું મંદિર. દેવી બજ્રેશ્વરીનું આ મંદિર એ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે. સ્થાનિક માન્યતા અનુસાર આ સ્થાન એ 51 શક્તિપીઠમાંથી એક છે અને કહે છે કે દેવી સતીના ખંડિત વિગ્રહનું ડાબું વક્ષસ્થળ આ જ ધરા પર પડ્યું હતું.

દેવી બજ્રેશ્વરીનું આ મંદિર એ સમુદ્રની સપાટીથી લગભગ 2350 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. ઉત્તર ભારતની નવ દેવીની દર્શન યાત્રામાં પણ માતા બજ્રેશ્વરીના દર્શનનો મહિમા છે ! કહે છે કે પ્રથમ મા વૈષ્ણોદેવી અને દ્વિતિય મા ચામુંડા બાદ ત્રીજા દર્શન માતા બજ્રેશ્વરી દેવીના જ થાય છે.

આદિશક્તિ જગદંબા અહીં પીંડી સ્વરૂપે શ્રદ્ધાળુઓને દર્શન આપી રહ્યા છે. દેવીનું આ સ્વરૂપ ખૂબ જ નાનું છે. પણ, તેના તો દર્શન માત્ર ભક્તોને પરમ ઊર્જાથી ભરી દે છે. દેવી બજ્રેશ્વરી એ દેવી વજ્રેશ્વરીના નામે પણ પૂજાય છે. તો, દેવી કાંગડામાં સ્થિત હોઈ ભક્તો તેમને ‘કાંગડા દેવી’ પણ કહે છે. આ કાંગડા એ પ્રાચીન સમયમાં ‘નગરકોટ’ના નામે ખ્યાત હતું. જેને લીધે ભક્તો દેવીને ‘નગરકોટ દેવી’ પણ કહે છે.

આ સ્થાનક સાથે અનેકવિધ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. એક માન્યતા અનુસાર અસુર જાલંધરના સંહાર બાદ તેનો લોહ જેવો મજબૂત કાન આ જ ભૂમિ પર પડ્યો હતો. જેના લીધે આ સ્થાન પૂર્વે કાનગઢના નામે પ્રસિદ્ધ હતું. અને અપભ્રંશ બાદ કાંગડા નામે ખ્યાત થયું. તો, જાલંધરના અંતિમ સંસ્કાર પણ આ જ ભૂમિ પર થયા હોવાની લોકવાયકા છે. પણ, આ સ્થાનક સાથે જોડાયેલી સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં ભક્તોને એકસાથે શક્તિના ત્રણ-ત્રણ સ્વરૂપોનું દર્શન થઈ રહ્યું છે.

અહીં માતા બજ્રેશ્વરી દેવી સાથે માતા ભદ્રકાળી વિદ્યમાન થયા છે. જ્યારે તે બંન્નેની વચ્ચે બિરાજમાન થયું છે માતા એકદાશીનું પીંડી સ્વરૂપ ! શક્તિના આ ત્રણ સ્વરૂપ એ લક્ષ્મી, કાલી અને સરસ્વતી સ્વરૂપા મનાય છે. સૌથી મહત્વની વાત એ છે કે માતા એકાદશીનું પીંડી સ્વરૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ઈન્દ્રને કેવી રીતે મળી ભયંકર શ્રાપમાંથી મુક્તિ ? જાણો જૂનાગઢના ઈન્દ્રેશ્વર મહાદેવનો મહિમા

આ પણ વાંચો : અહીં મા બહુચરાના આશીર્વાદ લઈને જ ભક્તો કરે છે દિવસની શરૂઆત!

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">