Bhakti : ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના ભક્ત માટે સાક્ષી બની પધાર્યા હતા, જાણવા માટે વાંચો આ ખાસ પોસ્ટ
Bhakti : જે મનુષ્યો પ્રભુનું નામ સ્મરણ કરે છે, ભગવાન જરૂરથી તે ભક્તની મદદે આવે છે. આજે તમને આવા જ એક ભકતની કથા કહીશું જેનાથી ખ્યાલ આવશે કે, ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ કેટલો અતૂટ હોય છે. આ કથા સાક્ષી ગોપાલ મંદિર સાથે જોડાયેલી છે. કથા અનુસાર એક વખત બે બ્રાહ્મણો વૃંદાવનની યાત્રા પર નિકળ્યા […]
Bhakti : જે મનુષ્યો પ્રભુનું નામ સ્મરણ કરે છે, ભગવાન જરૂરથી તે ભક્તની મદદે આવે છે. આજે તમને આવા જ એક ભકતની કથા કહીશું જેનાથી ખ્યાલ આવશે કે, ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ કેટલો અતૂટ હોય છે.
આ કથા સાક્ષી ગોપાલ મંદિર સાથે જોડાયેલી છે. કથા અનુસાર એક વખત બે બ્રાહ્મણો વૃંદાવનની યાત્રા પર નિકળ્યા હતા. તેમાં એક બ્રાહ્મણ વૃદ્ધ અને બીજો યુવાન હતો. યાત્રાનો માર્ગ લાંબો અને થોડો મુશ્કેલ હતો, જેથી તેઓને મુસાફરી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
યાત્રા દરમિયાન, યુવા બ્રાહ્મણે વૃદ્ધ બ્રાહ્મણની ખૂબ સેવા કરી હતી. વૃદ્ધ બ્રાહ્મણે વૃંદાવન પહોચી યુવા બ્રાહ્મણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું કે, તમે મારી ખૂબ સેવા કરી છે, તેથી હું તમારો આભારી છું અને તેના બદલામાં હું તમને ધન આપવા માંગુ છું. પરંતુ યુવા બ્રાહ્મણે તે ધન લેવાની ના પાડી. વૃદ્ધ બ્રાહ્મણના ઘણા આગ્રહ કરવા છતા યુવા બ્રાહ્મણ ધનનો સ્વિકાર ના કર્યો. અંતે વૃદ્ધ બ્રાહ્મણે તેની પુત્રીના લગ્ન તે યુવા બ્રાહ્મણ સાથે કરવાનું વચન આપ્યું.
યુવા બ્રાહ્મણે, વૃદ્ધ બ્રાહ્મણને સમજાવ્યું કે, મારા વિવાહ તમારી પુત્રી સાથે થવા શક્ય નથી, કારણ કે તમે ખૂબ શ્રીમંત છો અને હું એક ગરીબ બ્રાહ્મણ છું. સમજાવ્યા બાદ પણ વૃદ્ધ બ્રાહ્મણ પોતાની ઇચ્છા પર અડગ રહ્યા. થોડા દિવસ વૃંદાવનમાં રહ્યા બાદ બંને બ્રાહ્મણ ઘરે પરત ફર્યા.
વૃદ્ધ બ્રાહ્મણે ઘરે પહોચી તેની પત્નીને કહ્યું કે, તેણે પુત્રીના વિવાહ તે યુવા બ્રાહ્મણ સાથે કરવાનું નક્કી કરી વચન આપ્યુ છે, જેમને યાત્રા દરમિયાન મદદ કરી હતી. આ સાંભળી વૃદ્ધ બ્રાહ્મણની પત્નીએ કહ્યું કે, આ મને મંજૂર નથી અને જો તમે મારી પુત્રીના વિવાહ તે ગરીબ યુવા બ્રાહ્મણ સાથે કરશો તો હું આત્મહત્યા કરીશ.
આ તરફ યુવા બ્રાહ્મણને ચિંતા થવા માંડી કે, વૃદ્ધ બ્રાહ્મણ તેની પુત્રીના લગ્નનું વચન પૂરૂ કરશે કે નહીં. યુવા બ્રાહ્મણથી ધૈર્ય ના રહ્યું અને તે વૃદ્ધ બ્રાહ્મણના ઘરે ગયો. ઘરે પહોચી યુવા બ્રાહ્મણે વૃદ્ધ બ્રાહ્મણને તેને આપેલું વચન યાદ કરાવ્યું, ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ મૌન રહ્યા. તેને ડર હતો કે જો તે યુવા બ્રાહ્મણના લગ્ન તેની પુત્રી સાથે કરશે તો તેની પત્ની આત્મહત્યા કરશે.
પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.