BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજસ્થાનમાં વધુ એક ભવ્ય મંદિરનું નિર્માણ – જુઓ Video
રાજસ્થાનની ધરતી પર વધુ એક ભવ્ય મંદિર નિર્માણ થયું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજસ્થાનના જોધપુરમાં વિશાળ મંદિર નિર્માણ કરાયું છે. જોધપુરના જ પથ્થરમાંથી નિર્મિત આ મંદિરમાં 25 સપ્ટેમ્બરે મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે તે પહેલા જોધપુરમાં બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞનો આરંભ થયો છે.

BAPSના વડા મહંત સ્વામી મહારાજની હાજરીમાં યોજાયેલા મહાયજ્ઞમાં સેંકડો પરિવારો સહભાગી થયા હતા. વિશ્વ શાંતિ અને સમાજ કલ્યાણની ભાવનાથી તેમણે યજ્ઞમાં આહુતિઓ આપી બુધવારે જોધપુર શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં પાંચ કલાત્મક રથમાં ભગવાન સ્વામિનારાયણ સહિત ભગવાનની મૂર્તિઓને રથમાં બિરાજમાન કરી જોધપુર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવશે. જે બાદ ગુરૂવારે મહંત સ્વામી મહારાજના હસ્તે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ યોજાશે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરને દર્શન માટે ખુલ્લું મુકાશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ