સુરેન્દ્રનગરઃ ચોટીલાના દેવસર ગામમાં બેફામ ખનીજ માફિયાઓ, બંદૂક સાથે રસ્તે નીકળ્યું ટોળુ
સુરેન્દ્રનગરના ચોટીલાના દેવસર ગામે ખનીજ માફિયા બેફામ બન્યા છે. જો કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાને પોલીસનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખનીજ મોફિયાઓએ સામાપક્ષના લોકોને બંદૂક બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ રીતે ખનીજ માફિયા બેફામ બનતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરના ચોટીલાના દેવસર ગામે ખનીજ માફિયા બેફામ બન્યા છે, સામાન્ય બોલાચાલીને લઈને હાથમાં બંદૂક સાથે રસ્તા પર ટોળું નિકળ્યું હતું, ખનીજ મોફિયાઓએ સામાપક્ષના લોકોને બંદૂક બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાને પોલીસનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે, ગામના સરપંચ દ્વારા ખનીજ માફિયા પાસેથી બંદૂક કબ્ઝે કરી હતી અને માહોલ શાંત પાડ્યો હતો, જો કે ખનીજ માફિયા પાસેથી બંદૂક લઈને તેને પોલીસને આપી દીધી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યાવહી હાથ ધરી છે. ત્યારે આ રીતે ખનીજ માફિયા બેફામ બનતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખુલ્લેઆમ નશીલી સીરપનું વેચાણ, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)

