Amit Shah: અમિત શાહ આવી શકે છે અમદાવાદ, GMDC સ્થિત DRDOએ ઉભી કરાવેલી હોસ્પિટલને શરૂ કરાવી શકે છે

Amit Shah: ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. GMDCની કોરોના હોસ્પિટલની શરૂઆત કરાવવા આવી શકે છે અમદાવાદ. DRDOએ ઊભી કરેલી 900 બેડ સાથેની હોસ્પિટલની કરાવી શકે છે તે શરૂઆત.

| Updated on: Apr 22, 2021 | 12:01 PM

Amit Shah: ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. GMDCની કોરોના હોસ્પિટલની શરૂઆત કરાવવા આવી શકે છે અમદાવાદ. DRDOએ ઊભી કરેલી 900 બેડ સાથેની હોસ્પિટલની કરાવી શકે છે તે શરૂઆત. કેન્દ્રીય ગૃહપ્રધાનની દેખરેખ હેઠળ તૈયાર થઈ રહી છે હોસ્પિટલ જેને લઈને અમિત શાહ પોતે અમદાવાદ આવી શકે છે.

આ તરફ બેડની અછત વચ્ચે એક રાહતના સમાચાર પ્રમાણે  GMDCમાં ઑક્સિજન સાથે 900 બેડની હોસ્પિટલ તાબડતોબ ઊભી કરવામાં આવી. GMDC ખાતે કોવિડ હોસ્પિટલ માટેની કામગીરી હવે પુરી થવા તરફ છે અને 100 બેડ તો કાર્યાન્વિત પણ થઈ ચુક્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેને ઝડપથી જનતા માટે ખુલ્લી રખાવવા જ અમદાવાદ આવી શકે છે.

DRDO અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પ્રથમ બેઠક પણ યોજાઈ ચૂકી છે. કન્વેન્શન હોલ ખાતે 900 બેડની હોસ્પિટલ ઝડપથી શરૂ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો કોરોના બેકાબૂ બન્યો છે. તો કોરોનાના આંકડા બેફામ રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોરાની સ્થિતિ એટલી સ્ફોટક બની ચૂકી છે કે હવે શબ્દો પણ ખૂટી પડ્યા છે. કોરોનાનું નામ પડતા જ નાગરિકો ફફડી રહ્યા છે અને સરકારની ના છતાં જાતે જ જનતા કરફ્યૂ લગાવી રહ્યા છે. કોરોનાના આતંક વચ્ચે રાજ્યમાં પાછલા 24 કલાકમાં 12,553 કેસ નોંધાયા તો 125 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા. કોરોનાની સ્થિતિને કલાકોમાં આંકીએ તો રાજ્યમાં દર કલાકે 523 લોકો સંક્રમિત થઇ રહ્યા છે.

જ્યારે 5 દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. નવા કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 40 હજાર 632ને પાર પહોંચી છે તો કુલ મૃત્યુઆંક 5,740 થયો છે. 24 કલાકમાં 4,802 દર્દીઓ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 50 હજાર 865 થઇ છે તો એક્ટિવ કેસોની સંખ્યા વધીને 84,126 પર પહોંચી છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 361 થઇ છે. જ્યારે સાજા થવાનો દર ઘટીને 79.61 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં કોરોના આક્રમક રીતે આગળ વધી રહ્યો છે. કોરોના કેપિટલ બનેલા અમદાવાદમાં 24 કલાકમાં 4,906 પોઝિટિવ કેસ સાથે 23 દર્દીઓના મોત થયા તો સુરતમાં 2,340 કેસ સાથે 29 દર્દીઓનો જીવ ગયો જ્યારે રાજકોટમાં 516 કેસ સાથે 12 દર્દીઓના મોત નિપજ્યા તો વડોદરામાં 731 કેસ સાથે 12 દર્દીઓ મોતને ભેટ્યા તો રાજ્યના અન્ય શહેરોની પણ કઇંક આવી જ સ્થિતિ છે.

જામનગરમાં 8 દર્દીઓ મોતને ભેટ્યા તો ભાવનગરમાં 6 દર્દીઓના મોત થયા, જ્યારે ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિદ્વારકામાં ત્રણ-ત્રણ દર્દીઓના મોત થયા, જ્યારે પાટણ અને મહીસાગરમાં બે-બે દર્દીઓના મોત નિપજ્યા તો ખેડા, જૂનાગઢ, વલસાડ, અરવલ્લી, પોરબંદર, ડાંગ અને છોટાઉદેપુરમાં એક-એક દર્દીનું મોત થયું.

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">