Breaking News : એર ચીફ માર્શલનુ એલાન, હવે પછીની લડાઈ ઓપરેશન સિંદૂર કરતા પણ વધુ ઘાતક હશે, જુઓ વીડિયો
એર ચીફ માર્શલે પાકિસ્તાનને આડતકરી રીતે ચેતવણી આપી દીધી છે, કે હવે સીધા રહેજો. નહીં તો આના કરતા પણ વધુ માર અને નુકસાન માટે તૈયાર રહેજો.
ભારતના એર ચીફ માર્શલ, એ કે ભારતીએ, પાકિસ્તાનને આડકતરી રીતે કઠોર શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે સીધા રહેજો નહીં તો આના પછીની કાર્યવાહી ઓપરેશન સિંદૂર કરતા પણ વધુ ઘાતક હશે. ઓપરેશન સિંદૂર બાદ સતત બીજા દિવસે પણ સૈન્યની ત્રણેય પાંખના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં એર ચીફ માર્શલ એ કે ભારતીએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારે ભારતીય સૈન્યે અપ્રિતમ સાહસ અને શૌર્ય દાખવ્યું છે તે બિરદાવવા લાયક છે. આતંક સામેના આ યુદ્ધમા ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓ અને તેમને પોષણ આપનારાઓને બોધપાઠ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આતંકવાદ કે ભારત સામેનુ આવનારુ યુદ્ધ આના કરતા પણ વધુ ઘાતક હશે તેવો આડકતરો ઈશારો પણ કર્યોહતો. એર ચીફ માર્શલે પાકિસ્તાનને આડતકરી રીતે ચેતવણી આપી દીધી છે, કે હવે સીધા રહેજો. નહીં તો આના કરતા પણ વધુ માર અને નુકસાન માટે તૈયાર રહેજો.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સતત યોજાઈ રહેલ પ્રેસ કોન્ફરન્સમા ભારતીય સૈન્ય વડાઓ દ્વારા, પાકિસ્તાનના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્યે લાઈન ઓફ કંટ્રોલ પાર કર્યા વિના કેવી રીતે પાકિસ્તાનને ખોખરુ કરવામાં આવ્યુ તેના પુરાવાઓ સાથે વાત કરવામાં આવી છે.
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય આર્મીએ, પાકિસ્તાનમાં ચાલતા આતંકના અડ્ડાઓને નષ્ટ કર્યા. વાયુસેનાએ હુમલો કરીને પાકિસ્તાનના એરબેઝને શોભાના ગાંઠીયા બનાવી નાખ્યા. ભારતીય સૈન્યના અનેક પરાક્રમ સહીતના શૌર્યપ્રેરક સમાચાર જાણવા માટે અમારા ટોપિક પર ક્લિક કરો.
‘જય હિન્દ જય ભારત’
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
