Ahmedabad Corporation: AMCની 200 ટીમનું સોસાયટી અને ફ્લેટ વિસ્તારોમાં કડક ચેકિંગ, ઉજવણી કરી તો ગટર-પાણીનું કનેક્શન કાપવાની ઉચ્ચારી ચિમકી

અમદાવાદમાં કોરોનાને લઈને આ વખતે AMC (Ahmedabad Municipal Corporation) દ્વારા હોળી-ધૂળેટીની ઉજવણી પર ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગાઈડલાઈન પ્રમાણે ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

| Updated on: Mar 29, 2021 | 11:55 AM

અમદાવાદમાં કોરોનાને લઈને આ વખતે AMC (Ahmedabad Municipal Corporation) દ્વારા હોળી-ધૂળેટીની ઉજવણી પર ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગાઈડલાઈન પ્રમાણે ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આજે સવારથી જ ધૂળેટીના રંગમાં AMCએ ભંગ પાડ્યો છે અને ચેકીંગ કરી ને હાળી રમતા બાળકો અને મોટેરાઓને કાર્યવાહી કરવાની ચિમકી આપી હતી. વિવધ વિસ્તારોમાં AMCની ટીમે હોળી રમતા લોકોને પણ ઝડપી પાડ્યા હતા. સોસાયટી અને ફ્લેટમાં હોળી ન રમવા માઇક પર સૂચના આપવામાં આવી હતી સાથે જ પાણી-ડ્રેનેજ કનેક્શન કાપવાની પણ ચિમકી આપવામાં આવતા લોકો વિખેરાઈ ગયા હતા.

જણાવવું રહ્યું કે રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આજે રંગોનું પર્વ ઉજવાશે તો ખરૂ પણ સંક્રમણના પગલે રંગોનો તહેવાર બેરંગ બની રહ્યો છે.  રાજ્યમાં સંક્રમણ વધુ ન ફેલાય અને નાગરિકોને સંક્રમણથી બચાવી શકાય તેવા હેતુસર રાજ્ય સરકાર ધૂળેટીની તમામ પ્રકારની સામૂહિક ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ધૂળેટીના પર્વને લઇને SOP જાહેર કરી છે જેનો અમલ નાગરિકોએ કરવો પડશે. સરકારની ગાઇડલાઇનની વાત કરીએ તો સરકારી તેમજ ખાનગી સ્વિમિંગ પૂલ બંધ રાખવા પડશે તો ક્લબો પણ સદંતર બંધ રાખવા પડશે તો મોટી સોસાયટીઓ કે બંગલાઓમાં ટોળે વળીને પાણી કે રંગો વડે હોળી નહીં રમી શકાય સાથે જ પાર્ટી પ્લોટ કે સમાજની વાડીઓમાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ છે તો મંદિરોમાં કે જાહેર રસ્તાઓ પર હોળી નહીં રમી શકાય.

સરકારની ગાઈડલાઈનને લઈને AMC એક્શન મોડમાં છે અને 200થી વધુ ટીમો કોરોના સંક્રમણ રોકવા પોલીસ સાથે મળીને કાર્યવાહી કરી રહી છે. જાહેરમાર્ગ પર નિયમો તોડી જાહેરમાં ધુળેટી રમનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફ્લેટ કે સોસાયટીના રહીશો એકસાથે હોળી રમતા હોય તેમને પણ અટકાવવામાં આવી રહ્યા છે. શહેરના તમામ ઝોનમા જેટ ટીમ કાર્યરત રહેશે. ક્લબ, વોટર પાર્ક, સામાજીક મેળાવડા, પાર્ટી પ્લોટ બંધ રાખવાનાં આદેશનું પણ પાલન કરાવશે. AMCએ ગાઈડલાઈનનું પાલન નહી કરનારા સામે લાલ આંખ કરી છે અને સોસાયટીમાં વધારે લોકો ભેગા થઈને  હોળી રમશે તો ગટર અને પાણીનું કનેક્શન કાપવાની તૈયારી પણ બતાવી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">