Ahmedabad Corona: શહેરમાં કોરોનાનાં આંકડાનું ગોલમાલ રિટર્ન્સ, AMC મુજબ શહેરમાં 1929 કેસ જ એક્ટીવ

Ahmedabad Corona: અમદાવાદ શહેરમાં કોરોનાનાં આંકજા કુદકે અને ભુસકે વધી રહ્યા છે. જો કે AMC છે કે કહી રહ્યું છે શહેરમાં માત્ર 1929 કેસ જ એક્ટીવ છે. હકિકત એ છે કે ખાનગી હોસ્પિટલમાં 2530 લોકો કોવીડની સારવાર લઈ રહ્યા છે.

| Updated on: Apr 06, 2021 | 7:48 AM

Ahmedabad Corona: અમદાવાદ શહેરમાં કોરોનાનાં આંકજા કુદકે અને ભુસકે વધી રહ્યા છે. જો કે AMC છે કે કહી રહ્યું છે શહેરમાં માત્ર 1929 કેસ જ એક્ટીવ છે. હકિકત એ છે કે ખાનગી હોસ્પિટલમાં 2530 લોકો કોવીડની સારવાર લઈ રહ્યા છે. સિવિલ કેમ્પસમાં 700, SVPમાં 200 દર્દીઓ સારવાર હેઠળ છે. આહના મુજબ અંદાજે 2000 જેટલા કોરોનાના દર્દીઓ હોમ કેર અંતર્ગત લઈ રહ્યા છે સારવાર. જુદી જુદી કોવિડ હોસ્પિટલ અને હોમ કેર સુવિધા લઈ રહેલા દર્દીઓની સંખ્યા અંદાજે 5600થી વધુ છે. આ બધા આંકડાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ મુજબ શહેરમાં એક્ટીવ કેસો માત્ર 1929 જ છે.

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા RTPCR ટેસ્ટની ડિમાન્ડ વધી રહી છે સાથે જ શહેરની ખાનગી લેબોરેટરીમાં મોટી સંખ્યામાં શહેરીજનો RTPCR ટેસ્ટ કરવા ઉમટી રહ્યા છે એના કારણે સ્થિતિ એ સર્જાઈ છે કે અગાઉ 5-6 કલાકમાં જે ટેસ્ટનો રિપોર્ટ મળી રહેતો હતો તે 12 થી 16 કલાકમાં મળે છે. ઘરે બેઠા ટેસ્ટ રિપોર્ટ મેળવવામાં પણ થઈ રહ્યો છે વિલંબ. એ જોતાં લેબોરેટરી સંચાલકોએ શહેરીજનોને અપીલ કરી છે કે બિનજરૂરી ઘરે બેઠા ટેસ્ટ ન કરાવવો જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓના ઘરે જઈને ટેસ્ટ લઈ શકાય

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો

ખાનગી કોવિડ હોસ્પિટલમાં 75 ટકાથી વધુ બેડ કોરોના દર્દીઓથી ભરાયા
ખાનગી હોસ્પિટલમાં 78 ટકા દર્દી ICU વીથ વેન્ટીલેટરના બેડ પર
100 ખાનગી કોવિડ હોસ્પિટલમાં કુલ 3,390 બેડ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા
3,390 બેડમાંથી હાલ 2530 બેડ પર કોરોના દર્દીઓ સારવાર હેઠળ, 860 બેડ હાલ ખાલી
ICU વિથ વેન્ટીલેટરના 284માંથી 220 બેડ ફૂલ
64 જેટલા ICU વિથ વેન્ટીલેટરના બેડ ખાલી
ખાનગી કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશનના 1030 બેડ ફાળવાયા
653 દર્દીઓ સારવાર હેઠળ, 377 આઈસોલેશનના બેડ ખાલી
1509 HDUના બેડ ફાળવાયા, 1187 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ
જ્યારે 322 HDU બેડ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી
ખાનગી કોવિડ હોસ્પિટલમાં 567 ICU વીથઆઉટ વેન્ટીલેટરના બેડ ફાળવાયા
470 પર દર્દીઓ સારવાર હેઠળ, 97 બેડ ખાલી
સિવિલમાં 1200 બેડમાં દર્દી દાખલ છે તેમાં 12 વેન્ટિલેટર પર
125 બાયપેપ અને 175 સાદા દર્દી જેમાં ઓક્સિજન જરૂર નથી
દર્દી વધતા ઓક્સિજન વપરાશની માત્રા પણ વધી છે

 

રાજ્યમાં કોરોના મહામારી બૂલેટ ગતિએ આગળ વધી રહી છે અને એક દિવસમાં સંક્રમિતોની સંખ્યા 3 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં એક દિવસમાં સંક્રમિતોની સંખ્યા 3,160 પાર પહોંચી છે એટલે કે દર કલાકે રાજ્યમાં 132 લોકો સંક્રમણનો શિકાર બને છે જ્યારે 15 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">