Viral Video: એક તરફ થઈ રહ્યો હતો જોરદાર ગોળીબાર, બીજી બાજુ વ્યક્તિ આરામથી ખાઈ રહ્યો હતો સેન્ડવીચ!
આ વીડિયો જોયા પછી એવું લાગે છે કે આ વ્યક્તિ પોતાના જીવન કરતાં પણ વધુ મહત્વનું ખોરાકને આપી રહ્યો છે. આ વીડિયો ફ્રાન્સના નેંટેરનો જણાવવામાં આવી રહ્યો છે.
જો પેટ ખાલી હોય તો કોઈ કામ કોઈ કરી શકતું નથી. અવારનવાર ખોરાક આરોગતા લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જે ખૂબ જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલ ફરી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ અને વિરોધીઓ વચ્ચેના ઝડપ વચ્ચે એક વ્યક્તિ બિન્દાસ સેન્ડવીચ ખાઈ રહ્યો હોવાનું જોવા મળે છે. આ વીડિયો જોઈને કોઈપણ સ્તબ્ધ થઈ શકે છે કારણ કે બંને તરફથી ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Viral Video: બાળકીનું અપહરણ કરવા આવેલા બદમાશોને શ્વાને ભણાવ્યો પાઠ, ઘટના CCTVમાં થઈ કેદ
ગોળીબારી વચ્ચે સેન્ડવીચ ખાતા વ્યક્તિનો વાયરલ વીડિયો
ટ્વીટ કરવામાં આવેલો આ વીડિયો ફ્રાન્સના નાનટેરેનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં કેટલાક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક તરફ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ છે તો બીજી તરફ કેટલાક લોકો હાજર છે. લોકો પોલીસ પર પથ્થરમારો કરતા જોવા મળે છે અને ફાયરિંગનો અવાજ પણ સંભળાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં આગચંપી પણ થઈ છે.
Be that Man- Man continues to eat his sandwich as rioters and police clash in Nanterre, France.pic.twitter.com/vHrmLiAAmK
— Prof.N John Camm (@njohncamm) June 30, 2023
Credit-Twitter@njohncamm
આ ખતરનાક વાતાવરણની વચ્ચે એક વ્યક્તિ કાચની બનેલી આકૃતિ પાસે બેસીને કંઈક ખાતો જોવા મળે છે. એવું લાગે છે કે આ વ્યક્તિને તેના જીવન કરતાં ખાવાનું વધુ મહત્વપૂર્ણ લાગે છે. તે જોઈને એવું લાગે છે કે ગમે ત્યારે કોઈ મોટી ઘટના બની શકે છે, તેમ છતાં આ વ્યક્તિ બિન્દાસ પોતાનું ભોજન પૂરું કરવામાં વ્યસ્ત છે.
ફ્રાન્સમાં ફેલાઈ છે હિંસા
આ અથડામણ વચ્ચે એક વ્યક્તિનો સેન્ડવીચ ખાતો વીડિયો વાયરલ થયા બાદ લોકો જોરદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું ‘તે એક શાનદાર સેન્ડવીચ હશે’. હકીકતમાં, ફ્રાન્સના નાન્તેરેમાં બનેલી એક ઘટનાએ સમગ્ર ફ્રાન્સમાં હિંસા ફેલાવી દીધી છે. અહીં 17 વર્ષીય યુવકને પોલીસે ટ્રાફિકના નિયમો તોડવા બદલ ગોળી મારી હતી. આ ઘટના બાદ ફ્રાન્સના ઘણા ભાગોમાં આગચંપી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં અનેક વાહનોને પણ આગ લગાવી દેવામાં આવી હતી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો