મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં રાણીબા સહિત 6 આરોપી જેલ હવાલે
યુવક વિભૂતિ પટેલની કંપનીમાં કામ કરતો હતો, જે બાદ યુવકે કોઈ કારણો સર નોકરી છોડી દીધી અને થોડા દિવસ બાદ યુવકે પોતાનો પગાર માગવા માટે ફોન કર્યો હતો. યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો દ્વારા કેસ કરવામાં આવ્યો હતો.
મોરબીમાં દલિત યુવકને માર મારવાના કેસમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 આરોપીને જેલ હવાલે કરાયા છે. તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે મોરબી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે વિભૂતિ પટેલ સહિત 6 આરોપીઓને જેલ હવાલે મોકલવા આદેશ કર્યો હતો. પગાર માગવા મુદ્દે આરોપીઓ દલિત યુવકને ઢોર માર માર્યો હતો.
મહત્વનું છે કે યુવક વિભૂતિ પટેલની કંપનીમાં કામ કરતો હતો, જે બાદ યુવકે કોઈ કારણો સર નોકરી છોડી દીધી અને થોડા દિવસ બાદ યુવકે પોતાનો પગાર માગવા માટે ફોન કર્યો હતો. જો કે યુવકને પહેલા કંપની પર બોલાવવમાં આવ્યો હતો, અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો, જો કે તે બાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો દ્વારા કેસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:મોરબી પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટનો ઝટકો, અરજી સાંભળવાનો કર્યો ઇન્કાર
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(With Input Credit- Rajesh Ambaliya morbi)

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું

ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
