LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે અને કેવી રીતે કરી શકાય દાવો
ઘણી વખત ઘરોમાં સિલિન્ડર ફાટવાની ઘટનાઓ બને છે. આવી સ્થિતિમાં ગ્રાહકને અકસ્માતને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો અધિકાર છે. ગ્રાહકને તેના પરિવાર માટે પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી 50 લાખ રૂપિયાનો દાવો કરવાનો અધિકાર મળે છે. ત્યારે આ વીડિયોમાં દાવો ક્યારે અને કેવી રીતે કરી શકાય તેના વિશે જાણીશું.
હવે દેશના દરેક ઘરમાં LPGનો ઉપયોગ થઈ રહ્યો છે. ભાગ્યે જ એવો કોઈ પરિવાર હશે જ્યાં LPG સિલિન્ડરનો ઉપયોગ ન થતો હોય. પરંતુ, શું તમે જાણો છો કે તમને LPG સિલિન્ડર પર 50 લાખ રૂપિયાનો વીમો પણ મળે છે. જેમકે કોઈ ગ્રાહક LPG સિલિન્ડર બુક કરાવે છે, તેના પરિવારને 50 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. ખાસ વાત એ છે કે આ માટે ગ્રાહકે એક પણ રૂપિયો પ્રીમિયમ ચૂકવવો પડતું નથી.

Latest Videos