મોદી ગુજરાતના CM હતા ત્યારે હાસ્ય કવિએ કહ્યું હતું-‘મોદીનો છે જમાનો’, આ જુના Videoમાં PM મોદી પણ હતા પ્રેક્ષક
Modi Viral Video: 23 વર્ષ જૂના આ કવિ સંમેલનમાં તે સમયે ગુજરાતની રાજનીતિમાં પોતાની ઓળખ બનાવી રહેલા નરેન્દ્ર મોદી પણ આમ શ્રોતાઓની વચ્ચે બેઠેલા દેખાય છે. કોઈ ખાસ પ્રોટોકોલ નહિ, કોઈ સુરક્ષાનો ઘેરો નહિ - એક સામાન્ય નાગરિક તરીકે તેઓ કાર્યક્રમનો આનંદ માણતા જોવા મળે છે.
આજથી લગભગ 23 વર્ષ પહેલા થયેલો એક કવિ સંમેલનનો વીડિયો ફરી એકવાર સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ સંમેલનમાં હાજર કવિએ એવી પંક્તિઓ ઉચ્ચારી હતી કે જે આજે પણ લોકોને ‘વર્તમાન સમય’ જેવી જ લાગી રહી છે.
આ કાર્યક્રમમાં કવિ ખુરાના સાહેબ, કે જેઓએ પોતાના વ્યંગ અને કાવ્ય દ્વારા લોકોનું દિલ જીતી લીધું હતું, તેમણે કહ્યું હતું કે કવિના જિહ્વા પર તે સમયે જાણે સરસ્વતી જાતે જ વિરાજમાન હતી. તેમની વાણી, તેમનું જોશ અને તેમનું રજૂઆતનું તારણ આજના સમયમાં પણ એકદમ યોગ્ય અને પ્રાસંગિક લાગી રહ્યું છે.
નરેન્દ્ર મોદી પણ આમ શ્રોતાઓની વચ્ચે બેઠેલા દેખાય છે
23 વર્ષ જૂના આ કવિ સંમેલનમાં તે સમયે ગુજરાતની રાજનીતિમાં પોતાની ઓળખ બનાવી રહેલા નરેન્દ્ર મોદી પણ આમ શ્રોતાઓની વચ્ચે બેઠેલા દેખાય છે. કોઈ ખાસ પ્રોટોકોલ નહિ, કોઈ સુરક્ષાનો ઘેરો નહિ – એક સામાન્ય નાગરિક તરીકે તેઓ કાર્યક્રમનો આનંદ માણતા જોવા મળે છે. કવિએ જ્યારે “મોદીનો છે જમાનો” જેવા સંદેશવાળી અને પ્રભાવશાળી પંક્તિઓ બોલી, ત્યારે શ્રોતાઓમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી.
જૂની ક્લિપ માત્ર મનોરંજન પૂરતી નથી
આજે, જ્યારે આ વીડિયો ફરી બહાર આવ્યો છે, લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યાં છે કે— “કવિએ ત્યારે જ ભવિષ્ય જોઈ લીધું હતું.” કવિએ જે રીતે મોદીજીના વ્યક્તિત્વ, શૈલી અને ભાવિ નેતૃત્વને લઈને ઉલ્લેખ કર્યો હતો, તે શબ્દો આજે ઘણાં લોકોને સાચા નીવડ્યા હોવાનું લાગી રહ્યું છે.
કવિ સંમેલનની આ જૂની ક્લિપ માત્ર મનોરંજન પૂરતી નથી પરંતુ તે સમયના સામાજિક અને રાજકીય માહોલનું પણ પ્રતિબિંબ આપે છે. 23 વર્ષ પહેલા કહેવાયેલા શબ્દો આજે લોકપ્રિય બની રહ્યા છે. આ વીડિયો ફરી વાયરલ થતાં લોકો કવિના અંદાજને સલામ કરી રહ્યા છે અને કહે છે કે— “જેને ત્યારે માત્ર વ્યંગ લાગતું હતું, તે આજે વાસ્તવિકતા બની ગયું છે.”

