ત્રણ રૂપિયા માટે કચકચ કરવી દુકાનદારને મોંઘી પડી, હવે આપવા પડશે 25 હજાર, જાણો સમગ્ર મામલો
આ કેસ ઓડિશાના સંબલપુરનો છે જ્યાં એક ગ્રાહક ફોટોકોપી કરાવવા ગયો હતો. તેણે ફોટોકોપી કરાવી લીધી જેના માટે તેણે બે રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ છૂટ્ટાના અભાવે, તેણે પાંચ રૂપિયા આપ્યા અને જ્યારે તેણે તેના બાકીના પૈસા પાછા માંગ્યા, ત્યારે દુકાનદારે ગેરવર્તન કર્યુ અને બાકીના પૈસા પરત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આગળ જાણો ગ્રાહકે શું કર્યુ.
ઘણીવાર, જ્યારે આપણે કોઈ દુકાનમાંથી કંઈક ખરીદીએ છીએ અને આપણી પાસે છૂટ્ટા પૈસા નથી હોતા ત્યારે દુકાનદાર કાં તો આપણી સાથે કચકચ કરે છે અથવા તે આપણને કોઈ ટ્રોફી પકડાવી દે છે. ઘણા દુકાનદારો તો છૂટ્ટા પરત જ નથી કરતા કારણ કે તેઓ વિચારે છે કે ગ્રાહક એક કે બે રૂપિયા માંગશે નહીં, પરંતુ આ સમાચાર વાંચ્યા પછી તમને ખબર પડશે કે દુકાનદારને છૂટ્ટા પરત ન કરવા તે કેટલા મોંઘા પડ્યા.
આ કેસ ઓડિશાના સંબલપુરનો છે જ્યાં એક ગ્રાહક ફોટોકોપી કરાવવા ગયો હતો. તેણે ફોટોકોપી કરાવી લીધી જેના માટે તેણે બે રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ છૂટ્ટાના અભાવે, તેણે પાંચ રૂપિયા આપ્યા અને જ્યારે તેણે તેના બાકીના પૈસા પાછા માંગ્યા, ત્યારે દુકાનદારે ગેરવર્તન કર્યુ અને બાકીના પૈસા પરત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. જે બાદ ગ્રાહકે દુકાનદાર સામે ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 28 એપ્રિલની છે. જે બાદ મામલાની સુનાવણી થઈ અને 26 સપ્ટેમ્બરે કોર્ટે દુકાનદારને 25 હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો. જો દુકાનદાર ત્રીસ દિવસમાં આ રકમ નહીં ચૂકવે તો દર વર્ષે 9 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે.
ગ્રાહકની તરફેણમાં પોતાનો નિર્ણય સંભળાવતા કોર્ટે કહ્યું કે ગ્રાહકોએ તેમના અધિકારો પ્રત્યે સજાગ રહેવું જોઈએ.જો કોઈ દુકાનદાર તમને બિલ આપે છે અથવા તમારી સાથે ગેરવર્તન કરે છે તો તેની સામે કોર્ટમાં કેસ દાખલ કરો. હું તમને ખાતરી આપું છું કે તમને વહેલા કે પછી ચોક્કસપણે ન્યાય મળશે. કોર્ટના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપતા ગ્રાહકે કહ્યું કે હું કોર્ટના નિર્ણયથી ખૂબ જ ખુશ છું અને આશા રાખું છું કે મારા જેવા વધુ લોકોને ચોક્કસપણે ન્યાય મળશે.