કચરાપેટીમાં ખાવાનું શોધી રહ્યો હતો વ્યક્તિ, સિંગરે લાઇવ પરફોર્મન્સ રોકીને આપ્યા પૈસા, તમે પણ જુઓ આ Viral Video
સિંગરને આ રીતે પૈસા આપતા જોતા અન્ય લોકો પણ આગળ આવ્યા અને તે વ્યક્તિને બમણા પૈસા આપ્યા. આ ક્ષણ તેના માટે ખૂબ જ ખાસ હતી. પોસ્ટ શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, 'કર્મ એક મહાન વસ્તુ છે! હંમેશા દયાળુ બનો.'
દયાળુ લોકો વિશ્વ માટે આશીર્વાદ સમાન છે. તેઓ દયા અને સુંદર સ્વભાવના તેમના નિઃસ્વાર્થ કાર્યોથી દુનિયાનું દિલ જીતી લે છે. તમને આશ્ચર્ય થતુ હશે કે અમે આ વિશે વાત કેમ કરી રહ્યા છીએ. હાલમાં એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે દરેકના દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કચરામાં ખોરાક શોધી રહ્યો છે. ત્યારે રસ્તા પર એક મહિલા ગીત ગાઈ રહી છે અને તે વ્યક્તિને જોઈને તે અટકી જાય છે અને તેને પૈસા આપવા જાય છે. હવે આ વીડિયો દરેકના દિલ જીતી રહ્યો છે.
આ વીડિયો સિંગર લિવ હાર્લેન્ડે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર અપલોડ કર્યો છે. આમાં તે રોડ પર ગાતી જોવા મળે છે. તેના ગાયન દરમિયાન, તેણે એક માણસને કચરામાંથી ખોરાક શોધતો જોયો. તે માણસને જોતાની સાથે જ તેણે તરત જ તેનું પરફોર્મન્સ બંધ કરી દીધું અને તેના કલેક્શનમાંથી થોડા પૈસા કાઢીને ખોરાકની શોધમાં રહેલા વ્યક્તિને આપ્યા, ખોરાક શોધી રહેલો આ વ્યક્તિ પૈસા મેળવીને ખૂબ ખુશ થઇ ગયો અને તેણે આ સિંગરનો આભાર માન્યો.
View this post on Instagram
સિંગરને આ રીતે પૈસા આપતા જોતા અન્ય લોકો પણ આગળ આવ્યા અને તે વ્યક્તિને બમણા પૈસા આપ્યા. આ ક્ષણ તેના માટે ખૂબ જ ખાસ હતી. પોસ્ટ શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘કર્મ એક મહાન વસ્તુ છે! હંમેશા દયાળુ બનો’ તમને જણાવી દઈએ કે આ વીડિયો દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સાથે જ લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે. આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે. લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરીએ તો, એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો મારું દિલ પીગાળી રહ્યો છે’, ‘આવા વીડિયો આજના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે અને આ વીડિયો દરેકના દિલ જીતી રહ્યો છે’ આ સિવાય એક યુઝરે વીડિયો પર લખ્યું કે, ‘મને આ વીડિયો એટલો ગમ્યો છે કે મને તેને વારંવાર જોવાનું ગમે છે’.
આ પણ વાંચો –
Mandi: જુનાગઢના માણાવદર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 9000 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો – Share Market: મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 0.4% નો વધારો