Kedarnath Dham: કેદારનાથ ધામના ગર્ભગૃહમાં મહિલાએ શિવલીંગ પર કરી ચલણી નોટો વર્ષા, Video Viral
વાયરલ વીડિયો મુજબ કેદારનાથ ધામના ગર્ભગૃહમાં દર્શન કરવા ગયેલી એક મહિલા અચાનક ચલણી નોટો ઉડાડવા લાગે છે અને આ વીડિયો કેમેરામાં કેદ થયો હતો જે બાદ વીડિયો વાયરલ થયો હતો. એક મહિલા એસેમ્બલી હોલ અને મંદિરના ગર્ભગૃહમાં નોટો ઉડાડી રહી છે,
ઉત્તરાખંડમાં હાલ ભગવાન કેદારનાથની યાત્રા ચાલી રહી છે. લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શને આ સમય દરમિયાન આવતા હોય છે. દૂર-દૂરથી ભક્તો ઇષ્ટદેવના દર્શન કરવા માટે કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોએ મંદિર પરિસરમાં વિતાવેલી પળોને પોતાના મોબાઈલમાં કેદ કરવાનું ચૂકતા નથી અને તેને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરે છે.
જો કે આ સમયે સોશિયલ મીડિયા પર કેદારનાથ ધામનો એક વીડિયોને વાયરલ થયો છે અને વીડિયો વાયરલ થતા જ હલચલ મચી ગઈ છે. આ વીડિયોના કારણે કેદારનાથ મંદિરના ગર્ભગૃહની ગોપનીયતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
વાયરલ વીડિયો મુજબ કેદારનાથ ધામના ગર્ભગૃહમાં દર્શન કરવા ગયેલી એક મહિલા અચાનક ચલણી નોટો ઉડાડવા લાગે છે અને આ વીડિયો કેમેરામાં કેદ થયો હતો જે બાદ વીડિયો વાયરલ થયો હતો.
એક મહિલા એસેમ્બલી હોલ અને મંદિરના ગર્ભગૃહમાં નોટો ઉડાડી રહી છે, વાયરલ વીડિયો મુજબ કેદારનાથ ધામના ગર્ભગૃહમાં દર્શન કરવા ગયેલી એક મહિલા અચાનક ચલણી નોટો ઉડાડવા લાગે છે અને આ વીડિયો કેમેરામાં કેદ થયો હતો જે બાદ વીડિયો વાયરલ થયો હતો.
એક મહિલા એસેમ્બલી હોલ અને મંદિરના ગર્ભગૃહમાં નોટો ઉડાડી રહી છે, તો બીજી તરફ પૂજારીઓ પ્રાર્થના કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતાની સાથે જ બદરી કેદાર મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જિલ્લા મેજિસ્ટ્રેટને મામલાની તપાસ કરવા જણાવ્યું હતું.
કેદારનાથ મંદિર સમિતિએ ફરિયાદ કરી
કેદારનાથ ધામમાં નોટો ઉડાડતી મહિલાનો વીડિયો વાયરલ થતા શ્રદ્ધાળુઓએ વિરોધ ઉઠાવ્યો હતો તેમજ મંદિરની ગોપનીયતા પર પણ સવાલ ઉભા થયા હતા જે બાદ લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કોતવાલી સોનપ્રયાગમાં મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એક્ઝિક્યુટિવ ઓફિસર કેદારનાથ મંદિર સમિતિ દ્વારા પોલીસને આપવામાં આવેલી તહરિરમાં કહેવામાં આવ્યું છે કે મંદિરના ગર્ભગૃહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા બાબા કેદારનાથના શિવલિંગ પર નોટો ઉડાવી રહી છે.
આ દરમિયાન ફિલ્મ ગીત ‘ક્યા કભી અંબર સે સૂર્ય બિછડતા હૈ’ પણ ઉમેરવામાં આવ્યું છે. આટલું જ નહીં, એક પૂજારી દ્વારા પૂજા પણ કરવામાં આવી રહી છે, જે વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યો છે. આ વીડિયોથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
केदारनाथ धाम में श्रद्धालुओं की धार्मिक भावनाओं को ठेस पहुंचाने वालों के विरुद्ध कोतवाली सोनप्रयाग पर हुआ मुकदमा दर्ज।@BKTC_UK @DmRudraprayag @DIGGarhwalRange @uttarakhandcops pic.twitter.com/wUGlbiH7Nd
— Rudraprayag Police Uttarakhand (@RudraprayagPol) June 19, 2023
સોનપ્રયાગ પોલીસે મહિલા વિરુદ્ધ FIR દાખલ કરી છે
બીજી તરફ સોનપ્રયાગ પોલીસે એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. ઉત્તરાખંડ પોલીસે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા કરન્સી ઉડાડતી મહિલાનો વીડિયો પણ ટ્વિટ કર્યો છે. સાથે જ લખ્યું કે, “આ વીડિયોની નોંધ લઈને મહિલા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે.