Viral Video: બે પથ્થર લઈને ‘દિલ પે ચલાઈ છુરિયાં’ ગાનાર રાજુ કલાકાર કોણ છે? જે રાતોરાત બની ગયો સ્ટાર
સોશિયલ મીડિયામાં સ્ક્રોલ કરતી વખતે, દરેક બીજી રીલમાં એક જ ગીત સંભળાઈ રહ્યું છે, કે દિલ પે ચલાઈ છુરિયાં ! જી હા, અમે આ જ ગીતની વાત કરી રહ્યા છીએ, આજકાલ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર દિલ પે ચલાઈ છુરિયાં ગીતના ટ્રેન્ડને ફોલો કરી રહ્યું છે, ત્યારે આ ગીત ગાનાર રાજુ કલાકાર કોણ છે ચાલો જાણીએ

સોશિયલ મીડિયાના યુગમાં, દેશભરમાં પોતાનું નામ બનાવવું ખૂબ જ સરળ બની ગયું છે, હા! એકવાર તમારો વીડિયો વાયરલ થઈ જાય, પછી તમે કોઈ સેલિબ્રિટીથી ઓછું અનુભવશો નહીં, એક સામાન્ય માણસ રાતોરાત સુપરસ્ટાર બની શકે છે. ત્યારે આવું જ એક ગુજરાતી વ્યક્તિ સાથે થયુ અને આજે આખો દેશ તેને ઓળખવા લાગ્યો અને તેની વાયરલ રીલ પર રીલ બનાવવા લાગ્યો.
રાતોરાત ફેમસ થયો રાજુ કલાકાર?
સોશિયલ મીડિયામાં આ દરમિયાન તમે જોયું હશે કે એક ગીત ખૂબ સાંભળવામાં આવી રહ્યું છે, સ્ક્રોલ કરતી વખતે, દરેક બીજી રીલમાં એક જ ગીત સંભળાઈ રહ્યું છે, કે દિલ પે ચલાઈ છુરિયાં ! જી હા, અમે આ જ ગીતની વાત કરી રહ્યા છીએ, આજકાલ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર દિલ પે ચલાઈ છુરિયાં ગીતના ટ્રેન્ડને ફોલો કરી રહ્યું છે, ફક્ત સામાન્ય લોકો જ નહીં, પરંતુ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ પણ આ ગીત પર વીડિયો બનાવી રહ્યા છે, ત્યારે આ ગીતમાં 2 પથ્થરના તાલે ધૂન આપનાર અને ગીત ગાનાર વ્યક્તિ રાજુ ભટ્ટ કોણ છે ચાલો જાણીએ
View this post on Instagram
રાજુ કલાકાર કોણ છે જેણે “દિલ પે ચલાઈ છુરિયાં” ગાયું?
દિલ પે ચલાઈ છુરિયાં ગીત આ ગીત ગાતો સામાન્ય માણસ રાતોરાત સુપરસ્ટાર બની ગયો. આ વીડિયોને અત્યાર સુધીમાં 176 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ ગીત ગાનાર વ્યક્તિનું નામ રાજુ ભટ્ટ છે, હાલ તે ‘રાજુ કલાકાર’ નામથી ઓળખાય છે. જે રાજસ્થાનનો રહેવાસી છે અને હાલમાં ગુજરાતના સુરત શહેરમાં રહે છે. ગીત ફેમસ થતા પહેલા રાજુ એક તબેલામાં ઘોડાઓની સાફ-સફાઈનું કામ કરતો હતો. પણ હવે સમાચાર મળી રહ્યા છે તે જલદી એક બોલિવુડ ફિલ્મમાં કરવાનો છે.
View this post on Instagram
રાજુ કલાકાર બોલિવુડમાં કરશે કામ
રાજુ હવે આખા દેશમાં પ્રખ્યાત થઈ ગયો છે, એટલું જ નહીં! તેને બોલિવૂડ ફિલ્મોની ઓફર પણ મળવા લાગી છે. રાજુ ભટ્ટનું ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ છે, જેનું નામ રાજુ કલાકાર છે, રાજુના ઇન્સ્ટાગ્રામ પર 173K ફોલોઅર્સ છે, તેમણે 38 પોસ્ટ શેર કરી છે, અને લગભગ બધા જ લાખો વ્યૂઝ મળી રહ્યા છે.
રાજુ કલાકારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં તે બોલિવૂડ પ્લેબેક સિંગર શબાબ સાબરી અને તેમની ટીમ સાથે જોવા મળે છે, જેના કારણે ચર્ચા છે કે રાજુ હવે ગાયકો સાથે કામ કરી રહ્યો છે. રાજુ કલાકારનો વીડિયો વાયરલ થવાને કારણે, તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું છે.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.