Viral: મિત્રોની આ ટોળકીએ એસ્કેલેટર પર બેસી ચલાવી હોળી ! લોકોએ કહ્યું ‘આ નહીં સુધરે’
IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ ફની વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.
તમે એ ગીત ‘જહાં ચાર યાર મિલ ગયે વહી રાત હો ગુલઝાર’ સાંભળ્યું જ હશે. કહેવાનો અર્થ એ છે કે જ્યાં કેટલાક મિત્રો મળી જાય છે ત્યાં આનંદ જ આનંદ હોય છે. જો કે આજની ભાગદોડ ભરેલી લાઈફમાં મિત્રો સાથે સમય પસાર કરવો થોડો મુશ્કેલ બની ગયો છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ દરરોજ પોતાના મિત્રોને મળે નહીં તો મન ન લાગે. ત્યારે કેટલાક એવા પણ છે જેઓ તેમના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને મિત્રો (Friends Funny Viral Video)ને મળી, તેમની સાથે થોડો સમય વિતાવે છે અને ઘણી મજા પણ કરે છે.
આવા જ કેટલાક મિત્રોના વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યા છે, જે ખૂબ જ ફની (Funny Viral Videos) છે. વીડિયોમાં મિત્રોનું ગ્રુપ શું કરે છે તે જોઈને તમે ચોક્કસથી હસ્યા વગર રહી શકશો નહીં.
તમે સીડી જેવા દેખાતા એસ્કેલેટર એટલે કે ઓટોમેટિક સીડી પર ચઢ્યા જ હશો. તે સામાન્ય રીતે કોઈપણ શોપિંગ મોલ અથવા મેટ્રો સ્ટેશન વગેરેમાં જોવા મળે છે. તે ખૂબ જ અનુકૂળ છે, જેના પર ચડ્યા પછી તમારે ચાલવાની જરૂર નથી, પરંતુ સ્વયંસંચાલિત સીડી તમને ઉપર લઈ જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એસ્કેલેટરનો નજારો દેખાઈ રહ્યો છે, જેના પર કેટલાક મિત્રો મસ્તી કરતા જોવા મળે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે મિત્રોનું ગ્રુપ એસ્કેલેટર પર બેસીને ‘બોટ’ ચલાવવાનું શરૂ કરે છે. તે ખૂબ જ ખુશ દેખાય છે અને તેની સાથે નજીકના એસ્કેલેટર પર આવતા અને જતા લોકો પણ તેને જોઈને હસી રહ્યા છે. IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ ફની વીડિયો પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.
Men will be men 😂 pic.twitter.com/wEhh8eZ1ef
— Dipanshu Kabra (@ipskabra) December 26, 2021
ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘ખુશી અને મોજ-મસ્તી માટે સ્થળની નહીં મિત્રોની જરૂર હોય છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘જ્યારે મિત્રો એક જ બોટ પર હોય છે, ત્યારે દરેક ક્ષણ ખરેખર સ્વર્ગ જેવી લાગે છે.’ તેવી જ રીતે અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં કમેન્ટ કરી છે કે, ‘પતા નહીં કોન સા નશા કરતે હે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે, ‘આ નહીં સુધરે!’
આ પણ વાંચો: Year Ender 2021: બચપન કા પ્યારથી લઈ ચાંદ વાલા મુખડા સુધી આ વાઈરલ વીડિયોએ મચાવી હતી ધૂમ
આ પણ વાંચો: Facebook Security Check: ક્યાંક ખોટી રીતે તો નથી યુઝ થઈ રહ્યુંને તમારુ ફેસબુક એકાઉન્ટ ? આ રીતે જાણો