સાદગીથી દિલમાં જગ્યા બનાવનાર જાણીતા કથાકાર જયા કિશોરીનો જોવા મળ્યો અનેરો અંદાજ, જુઓ તસ્વીર

|

Sep 27, 2021 | 5:57 PM

ધીરે ધીરે જયા કિશોરીની પ્રસિદ્ધિ વધતી ગઈ હતી. આજે જયા કિશોરી એક મોટિવેશનલ સ્પીકર છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

સાદગીથી દિલમાં જગ્યા બનાવનાર જાણીતા કથાકાર જયા કિશોરીનો જોવા મળ્યો અનેરો અંદાજ, જુઓ તસ્વીર
jaya kishroi

Follow us on

આઈકોનિક ગોલ્ડ એવોર્ડ્સ 2021માં ટીવી સેલેબ્સ કંઈક અલગ જ અવતારમાં જોવા મળ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન જયા કિશોરી (Jaya Kishori) તેમના મનમોહન ગીતોને લઈને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. જયા કિશોરીએ તેની સાદગીથી અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

 

પ્રખ્યાત ભજન પ્રવકતા જયા કિશોરીને મોટિવેશનલ સ્પીકર ઓફ ધ યરનો (Motivational Speaker of the Year) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમની સાદગીએ લોકોના દિલ જીતી લીધા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આવો જાણીએ જયા કિશોરી વિશે

જયા કિશોરી એક પ્રસિદ્ધ કથાવાચિકા છે. જેમણે માત્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં ઘણું નામ કમાવ્યું છે. જયા કિશોરી કથાવાચિકા તેમજ ભજન ગાયિકા અને મોટિવેશનલ સ્પીકર છે. કિશોરી જી ‘આધુનિક યુગની મીરા’ તરીકે પણ પ્રખ્યાત છે.

 

વર્ષ 1995માં જન્મેલા જયા 7 વર્ષની નાની ઉંમરથી અધ્યાત્મ સાથે સંકળાઈ ગયા હતા. દીક્ષા લીધા પછી તેનું નામ જયા શર્માથી બદલીને જયા કિશોરી થઈ ગયું હતું. તેમણે નાની ઉંમરે ‘નાની બાઈ રો માયરા’ અને ‘શ્રીમદ ભાગવત કથા’ કરવાનું શરૂ કર્યું. જયા કિશોરીનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ જયા શર્મા છે. જયા કિશોરીએ સાહિત્યની સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. જયાએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને સ્કુલનું શિક્ષણ કોલકાતામાં કર્યુ છે.

 

ધીરે ધીરે જયા કિશોરીની પ્રસિદ્ધિ વધતી ગઈ હતી. આજે જયા કિશોરી એક મોટિવેશનલ સ્પીકર છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કિશોરી જી ઘણીવાર તેમના પ્રેરક વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. જેમાં તે લોકોને નવા પાઠ આપે છે.

 

જયા કિશોરીએ શરૂઆતથી જ તેમના ઘરમાં ભક્તિનું વાતાવરણ જોયું હતું. જેના કારણે તેમનું મન ધીરે ધીરે આધ્યાત્મિકતાના માર્ગ તરફ આકર્ષિત થવા લાગ્યું. મળતી માહિતી મુજબ જ્યારે જયા કિશોરી 6 વર્ષના હતા, ત્યારે ત્યારે તે જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા કરતી હતી. તેણીએ શ્રી કૃષ્ણજીને પોતાનો ભાઈ અને મિત્ર માનવાનું શરૂ કર્યું. 9 વર્ષની ઉંમરે તેમણે સંસ્કૃતમાં ઘણા સ્તોત્રો સંભળાવવાનું શરૂ કર્યું, જેમ કે લિંગસ્થકમ, શિવ તાંડવ સ્તોતમ, રામાષ્ટકમ વગેરે અને 10 વર્ષની ઉંમરે તેમણે સુંદરકાંડ ગાઈને લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું.

 

જયા કિશોરીની કથાઓ, ભજનની સાથે સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ ઈન્ટરનેટ ઉપર ઘણું સર્ચ કરવામાં આવે છે. ખાસ કરીને લોકોને તેમની ઉંમર અને લગ્ન જીવન વિશે જાણવામાં ખૂબ જ રસ હોય છે કે જયા કિશોરીએ હજુ સુધી લગ્ન કર્યા નથી. પરંતુ તેણીએ ઘણા ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું છે કે તે લગ્ન કરશે, પરંતુ તેના માટે હજુ સમય છે. પરંતુ જીવનભર ભક્તિના માર્ગ સાથે જોડાયેલ રહેશે.

 

મળતી માહિતી મુજબ જયા કિશોરીની તેમના એક પ્રોગ્રામ માટે ફી 9 લાખ 50 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. જેમાં અડધી ફી એટલે કે 4 લાખ 75 હજાર રૂપિયા અગાઉથી ચૂકવવાના હોય છે. જ્યારે બાકીના કાર્યક્રમ સમાપ્ત થયા બાદ આપવા પડે છે.

 

જયા કિશોરી દાન-દક્ષિણમાં પણ ખૂબ આગળ છે. મળતી માહિતી મુજબ જયા કિશોરીના કાર્યક્રમોમાંથી કમાયેલા નાણાંનો મોટો હિસ્સો દાન સ્વરૂપે નારાયણ સેવા સંસ્થાને જાય છે. આ સંસ્થા વિકલાંગ અને અનાથ બાળકો માટે કામ કરે છે. જયા કિશોરી બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન સાથે પણ જોડાયેલી છે. જે અંતર્ગત તેઓ તે છોકરીઓની મદદ કરે છે જેમની આર્થિક સ્થિતિ નબળી છે.

 

 

આ પણ વાંચો :દેશમાં અનેક વાર થાય છે ‘ભારત બંધ’ ! તેનું સમર્થન કે વિરોધ કરતા પહેલા, જાણો શું કહે છે કાયદો…

 

આ પણ વાંચો :BBAU Admit Card 2021 : UG અને PG પ્રવેશ પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, આ સ્ટેપથી કરો ડાઉનલોડ

Published On - 5:31 pm, Mon, 27 September 21

Next Article