વીરેન્દ્ર સહેવાગનો નંબર થયો વાયરલ, લોકોએ ફોન કર્યા તો મળ્યો આ જવાબ

સહેવાગે લખ્યુ કે મારો ફોન શાવરમાં પડી ગયો. તે ફરીથી રિપેર થાય ત્યાં સુધી તમે મને આ નંબર પર 9112083319 કોલ કરી શકો છો.

વીરેન્દ્ર સહેવાગનો નંબર થયો વાયરલ, લોકોએ ફોન કર્યા તો મળ્યો આ જવાબ
Virender Sehwag

વીરેન્દ્ર સહેવાગે  (Virender Sehwag) ભલે ક્રિકેટની દુનિયાને બાય બાય કહી દીધુ હોય, પરંતુ તેઓ પોતાના ટ્વીટ અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. તેમની પોસ્ટ જોઈને એક વાત તો ખબર પડે છે કે તેઓ હાજર જવાબી છે. સહેવાગે પોતાના ટેલેન્ટનો ફાયદો ઉઠાવતા ઈન્ટરનેટની દુનિયામાં લોકો વચ્ચે અલગ જ જગ્યા બનાવી છે.

 

હાલનું જ તેમનું એક ટ્વીટ (Tweet) જોઈ લો જેમાં સહેવાગે એવુ કંઈક લખ્યુ છે કે જેના કારણે તેની પોસ્ટ વાયરલ થઇ ગઈ છે. અત્યારે જે પોસ્ટ વાયરલ થઈ રહી છે, તેમાં સહેવાગે લખ્યુ કે મારો ફોન શાવરમાં પડી ગયો. તે ફરીથી રિપેર થાય ત્યાં સુધી તમે મને આ નંબર પર 9112083319 કોલ કરી શકો છો. આ ટ્વીટને જોતા જ સોશિયલ મીડિયા (Viral Tweet) પર લોકો વિવિધ કયાસ લગાડી રહ્યા છે. આ ટ્વીટ પર ઘણા બધા કોમેન્ટ્સનું પૂર આવી ગયુ છે. કેટલાક યૂઝર્સ તેને 91+120+83+319 આ રીતે જોઈ રહ્યા છે. 319 તેમનો બેસ્ટ ટેસ્ટ સ્કોર છે.

 

 

સહેવાગનું ટ્વીટ જોઈને એક યૂઝરે લખ્યુ કે મારા ખ્યાલથી વીરૂનો ફોન હેક થઈ ગયો છે. બીજા યૂઝરે લખ્યુ કે આ ફક્ત એક માર્કેટિંગ ફન્ડા છે. આમ તો આ ટ્વીટ પર ઘણી કોમેન્ટ્સ છે, પરંતુ તમને સાચો મામલો ત્યારે ખબર પડશે જ્યારે તમે આ નંબર પર કોલ કરશો.

 

 

ટ્વીટમાં આપેલા નંબર પર કોલ કરવા પર તમને સહેવાગના અવાજમાં એક વોઈસ મેસેજ સંભળાય છે. તેમાં તેઓ બોલે છે કે હવે તમે મારી બ્રાંડ ઓનલાઈન શોધો અને કોઈ પ્રકારનો સમજોતો ન કરો. ન તો કિંમતમાં ન ઉત્પાદનમાં. ખરેખર આ સમગ્ર મામલો એક એડ સાથે જોડાયેલો છે, જેના માટે સહેવાગ પ્રચાર કરી રહ્યા છે. આ કંપનીએ સહેવાગના અનોખા અંદાજને વાપરવાનું વિચાર્યુ.

 

આ પણ વાંચો – Delhi: વિપક્ષી એકતાના પ્રયાસ વચ્ચે, દિલ્લીમાં શરદ પવાર અને અમિત શાહ વચ્ચેની મુલાકાતથી અટકળો તેજ

 

આ પણ વાંચો – સોશિયલ મીડિયા પર પહેલા મિત્રતા કરી બાદમાં કરતો બ્લેકમેલ, 300 મહિલાઓ સાથે છેતરપિંડી બદલ યુવકની ધરપકડ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati