Viral Video: વિશ્વના સૌથી નાના સિંગરને મળ્યા બોલિવૂડના દબંગ ખાન, નાના સિંગરે ગીત ગાઈને જીતી લીધું સૌનું દિલ

|

Jun 06, 2022 | 7:23 PM

વિશ્વના સૌથી નાના સિંગર તરીકે જાણીતા અબ્દુ રોજીક (Abdu Rozik)એ બોલિવૂડના 'દંબગ ખાન' સલમાન ખાન (Salman Khan)ને ફેમસ ગીત 'એક લડકી કો દેખા તો...' ગાઈને સંભળાવ્યું અને બધાના દિલ જીતી લીધા.

Viral Video: વિશ્વના સૌથી નાના સિંગરને મળ્યા બોલિવૂડના દબંગ ખાન, નાના સિંગરે ગીત ગાઈને જીતી લીધું સૌનું દિલ
Salman khan and Abdu Rozik
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનના (Salman Khan) ફેન્સ દેશ જ નહીં આખી દુનિયામાં છે. તેમના ચાહકોની સંખ્યા લાખો અને કરોડોમાં છે. તાઝિકિસ્તાનના એક ફેમસ સેલેબ્રિટી પણ તેના ફેન છે. તે ફેન વિશ્વના સૌથી નાના સિંગર તરીકે જાણીતો છે. તે સિંગરનું નામ છે અબ્દુ રોઝિક (Abdu Rozik) છે. અબ્દુ રોઝિક પોતાના રેપ સોંગ અને ટેલેન્ટને કારણે આખા તાઝિકિસ્તાનમાં જાણીતો છે.

હાલમાં આઈફા એવોર્ડસનો એક વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં નાનકડો સિંગર અબ્દુ રોઝિક ત્યાના માહોલને સંગીતમય બનાવી દે છે. તાઝિકિસ્તાનના સિંગર અબ્દુ રોઝિક, સલમાન ખાનને બોલિવૂડનું ફેમસ ગીત ‘એક લડકી કો દેખા તો…’ ગાઈને સંભળાવે છે અને બધાનું દિલ જીતી લીધું હતું. આ વીડિયો સિંગર અબ્દુ રોઝિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. જે ખુબ વાયરલ થયો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ રહ્યો વીડિયો :

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન તેના બોડીગાર્ડ શેરા સાથે ઉભા છે અને તેનો નાનો ફેન અબ્દુ રોઝિક પણ છે. આ સિવાય બીજા પણ ઘણા લોકો ત્યાં હાજર છે. આ દરમિયાન અબ્દુ રોઝિક તેના અવાજમાં ગીત ગાઈને તેના ફેવરિટ સ્ટારનું દિલ જીતવાનો પ્રયાસ કરે છે. તે સલમાન ખાનને તેના સુંદર અવાજમાં તેનું ગીત સંભળાવે છે, જો સાંભળી સલમાન ખાન ખુશ થાય છે અને અબ્દુ રોઝિકને ભેટી પડે છે.

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેયર કરતી વખતે અબ્દુ રોઝિકે લખ્યું કે ‘જ્યારે મેં સલમાનને જોયો ત્યારે મને મારા પોતાના જેવું લાગ્યું…’ વાસ્તવમાં જ્યારે સલમાન અબ્દુ રોઝિકને મળ્યો, ત્યારે તેને ખૂબ જ સારો અનુભવ થયો. સલમાન ખાન તેની સાથે તેના નજીકના મિત્ર જેવો વ્યવહાર કરતો હતો, જેના કારણે અબ્દુ રોઝિક પણ ખૂબ ખુશ દેખાતા હતા. આ વીડિયો સોશ્યિલ મીડિયા ખુબ વાયરલ થયો છે અને લોકોએ ખુબ પસંદ પણ કર્યો છે. આ વીડિયો 10 લાખથી વધારે લોકોએ જોયો છે.

Next Article