Viral Video: ઉડતા વિમાનની બારી તોડવા લાગ્યો આ બેકાબૂ પાકિસ્તાની યાત્રી, બીજા યાત્રીઓના શ્વાસ થયા અધ્ધર

|

Sep 20, 2022 | 5:45 PM

એક યાત્રી એ ચાલુ વિમાનમાં એવી હરકતો કરી કે બીજા યાત્રીઓના શ્વાસ અધર થઈ ગયા હતા. તેના કારણે સોશિયલ મીડિયા પાકિસ્તાનીઓ ભારે ટ્રોલ થઈ રહ્યા છે. તેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થયો છે.

Viral Video: ઉડતા વિમાનની બારી તોડવા લાગ્યો આ બેકાબૂ પાકિસ્તાની યાત્રી, બીજા યાત્રીઓના શ્વાસ થયા અધ્ધર
Pakistani passenger Viral Video
Image Credit source: Twitter

Follow us on

Pakistani passenger Viral Video: દુનિયામાં કદાચ કોઈ એવો દિવસ નહીં ગયો હોય જ્યારે પાકિસ્તાન કે પાકિસ્તાનીઓની કોઈ હરકતની ચર્ચા ન થઈ હોય. હાલમાં એક પાકિસ્તાની ભારે ચર્ચામાં છે. હાલમાં પાકિસ્તાનના એક સરકારી વિમાન કંપની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સમાં એક યાત્રી એ ચાલુ વિમાનમાં એવી હરકતો કરી કે બીજા યાત્રીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તેના કારણે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓ ભારે ટ્રોલ થઈ રહ્યા છે. તેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થયો છે.

મળતી માહિતી અનુસાર આ પ્લેન પેશાવરથી દુબઈ જઈ રહ્યુ હતુ, તે દરમિયાન એક પાકિસ્તાની યાત્રી વિચિત્ર હરકત કરવા લાગ્યો. આ ઘટના 14 સપ્ટેમ્બરની છે. તે યાત્રી કપડા કાઢીને પ્લેનમાં ગાંડા જેવી હરકત કરી રહ્યો હતો. પ્લેન ઉડે તે પહેલા તે એકદમ સામાન્ય હતો પણ પ્લેન જ્યારે ઉડી રહ્યુ હતુ , ત્યારે તે પોતાની સીટ પર નમાજ પડવા, બારીના કાચ તોડવા અને પ્લેનની નીચે સૂઈ જવા જેવી હરકતો કરવા લાગ્યો. પ્લેનના અધિકારીઓએ તેને શાંત કરવાનો અને સમજવાનો ખુબ પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન બીજા યાત્રીઓમાં ભયનો માહોલ હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પાકિસ્તાની યાત્રી પોતાના પાસપોર્ટ જેવા સામાન પણ બહાર નીકાળી રહ્યો હતો. અધિકારીઓના સમજાવ્યા બાદ તે શાંત થઈ પોતાની સીટ પર બેઠો હતો. તે આવી હરકત ન કરે તે માટે તેને સીટ પર દોરડાથી બાંધી દેવામાં આવ્યો હતો. તેને ભવિષ્યની યાત્રા માટે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે. દુબઈ એરપોર્ટ પહોંચતા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેના પર સોશિયલ મીડિયા યુઝર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Next Article