AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાઈ હોય તો આવા ! દેવગન બંધુએ બહેનને ભેટમાં આપ્યો 50 લાખનો આલીશાન બંગલો, વિશ્વાસ ના આવે તો જુઓ Video

આજના આ સ્વાર્થી યુગમાં જ્યાં મિલકત અને પૈસા માટે લોહીના સંબંધોમાં તિરાડ પડતી હોય છે, ત્યાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જે સાચા પ્રેમ અને અતૂટ વિશ્વાસની વ્યાખ્યા બદલી નાખે છે. વાત એમ છે કે, બે ભાઈઓએ પોતાની બહેનને આશરે 50 લાખ રૂપિયાનો બંગલો ભેટમાં આપ્યો છે.

ભાઈ હોય તો આવા ! દેવગન બંધુએ બહેનને ભેટમાં આપ્યો 50 લાખનો આલીશાન બંગલો, વિશ્વાસ ના આવે તો જુઓ Video
| Updated on: May 09, 2026 | 4:06 PM
Share

આજના સમયમાં, જ્યાં ભાઈ-બહેનો વચ્ચે મિલકત વિવાદના કિસ્સાઓ સામાન્ય છે, ત્યાં લુધિયાણાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેણે સંબંધોની ગરિમાને નવી ઊંચાઈ આપી છે. લુધિયાણાના બે ભાઈઓએ પોતાની એકની એક પરિણીત બહેનને 175 વારનો એક આલીશાન બંગલો ભેટમાં આપ્યો છે, જેની કિંમત આશરે 50 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

એક અનોખું સરપ્રાઈઝ, ધમાકેદાર અંદાજમાં

આ સરપ્રાઈઝ એટલું ભાવુક કરી દે તેવું હતું કે, જ્યારે ભાઈઓએ ઘરની નેમપ્લેટ પરથી પડદો હટાવ્યો ત્યારે બહેન પોતાના આંસુ રોકી શકી નહીં. અમર દેવગન અને દેવ દેવગન, આ બંને ભાઈઓએ આખી યોજનાને ખાસ રીતે અંજામ આપ્યો હતો. દેવે જણાવ્યું કે, 5 મેના રોજ તેમની લગ્નની વર્ષગાંઠ હતી, જે નિમિત્તે ઘરમાં પાઠ (પૂજા) રાખવામાં આવ્યો હતો. પૂજા પૂર્ણ થયા બાદ દેવ પોતાની પત્નીને ગિફ્ટ આપવાના બહાને બહાર લઈ ગયો અને સાથે બહેન મનપ્રીત કૌર બર્ડી તેમજ પરિવારના બીજા સભ્યોને પણ લઈ ગયો.

રસ્તામાં બહેન મનપ્રીત વારંવાર પૂછતી રહી કે, તેને શું ગિફ્ટ મળવાની છે? તેને લાગ્યું કે, કદાચ સ્કૂટર કે એવું કંઈક હશે પરંતુ બંને ભાઈઓએ સસ્પેન્સ જાળવી રાખ્યું અને ઢોલ-નગારા સાથે ચાલતા જ કોટ મંગલ સિંહ સ્થિત પોતાના ઘર પાસેની ગલીમાં પહોંચી ગયા.

ઘરની નેમપ્લેટ જોઈને બહેન ભાવુક થઈ ગઈ

એવામાં જ્યારે આખો પરિવાર એક નવા બનેલા ઘરની બહાર ઊભો રહ્યો, ત્યારે ભાઈઓએ નેમપ્લેટ પરથી કાગળ હટાવ્યો. પ્લેટ પર ‘મનપ્રીત કૌર બર્ડી’ લખેલું જોઈને બહેન દંગ રહી ગઈ. ભાઈઓએ તેને કહ્યું કે, આ આખું ઘર તેના માટે ભેટ છે, ત્યારે મનપ્રીત ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવા લાગી અને ભાઈઓને વળગી પડી. ભાઈઓએ જણાવ્યું કે, પિતાના અવસાન બાદ તેમની બહેન દરેક મુશ્કેલ સમયમાં તેમની સાથે પહાડની જેમ અડીખમ ઊભી રહી હતી, તેથી જ તેમણે પોતાના ઘરની બિલકુલ બાજુમાં જ તેના માટે આ ઘર બનાવ્યું છે.

બંને ભાઈઓ કલા જગત સાથે જોડાયેલા છે

અમર દેવગન અને દેવ દેવગન લુધિયાણાના જાણીતા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર તેમજ કલાકારો છે. તેઓ મુખ્યત્વે પંજાબી વેબ સિરીઝ અને પારિવારિક ડ્રામા બનાવે છે. અમર દેવગન અવારનવાર પંજાબના ગ્રામીણ જીવન અને સામાજિક સંબંધો પર આધારિત ફિલ્મો બનાવે છે તેમજ તેમની સિરીઝ ‘સક્કિયા ભૈન’ ખૂબ લોકપ્રિય થઈ છે.

બીજી તરફ, દેવ દેવગને વર્ષ 2016માં લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ-10’ માં સામાન્ય સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. અભિનય ઉપરાંત દેવ વીડિયો એડિટિંગ, નિર્દેશન અને સંવાદ લેખન (Dialogue Writing) માં પણ નિપુણ છે. બંને ભાઈઓના આ પગલાની સોશિયલ મીડિયા પર ખુબ પ્રશંસા થઈ રહી છે અને લોકો તેને સાચા ભાઈ-બહેનના પ્રેમનું ઉદાહરણ ગણાવી રહ્યા છે.

અરરર….આ આવું તે હોય કંઈ, ટ્રેનમાં કાકડી ખાતા પહેલા આ વીડિયો જરૂર જુઓ, હેલ્થ સાથે થઈ રહ્યા છે ચેડા

Follow Us
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">