Shocking Viral Video: શ્રમિકની હિમ્મત જોઈ લોકોએ વગાડી તાલીઓ, યુઝર્સે કહ્યું- આમને શાબાશી નહીં, સુરક્ષાની જરૂર

|

Jan 13, 2023 | 6:50 PM

વીડિયોમાં આ ઊંચાઈ અનેક માળ જેવી દેખાય છે. આવી સ્થિતિમાં પણ તેની પાસે ન તો હેલ્મેટ છે કે ન તો કોઈ સેફ્ટી બેલ્ટ. આ દ્રશ્ય જોઈને લાગે છે કે બાંધકામ સાઈટ પર લેન્ટર ભરવાની તૈયારીઓ થઈ રહી છે.

Shocking Viral Video: શ્રમિકની હિમ્મત જોઈ લોકોએ વગાડી તાલીઓ, યુઝર્સે કહ્યું- આમને શાબાશી નહીં, સુરક્ષાની જરૂર
Shocking Viral Video
Image Credit source: twitter

Follow us on

એક શ્રમિકનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ ક્લિપ જોઈને જ્યારે ઘણા યુઝર્સ શ્રમિકની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે કેટલાક યુઝર્સે કહ્યું કે તેને પ્રશંસાની નહીં પણ સુરક્ષા સાધનોની જરૂર છે. આ 11 સેકન્ડના વીડિયોમાં, આપણે જોઈ શકીએ છીએ કે એક શ્રમિક ખૂબ જ પાતળા સ્ટેન્ડની ટોચ પર બેસીને કોઈપણ સુરક્ષા સાધનો વિના ઊંચાઈ પર કામ કરે છે.

વીડિયોમાં આ ઊંચાઈ અનેક માળ જેવી દેખાય છે. આવી સ્થિતિમાં પણ તેની પાસે ન તો હેલ્મેટ છે કે ન તો કોઈ સેફ્ટી બેલ્ટ. આ દ્રશ્ય જોઈને લાગે છે કે બાંધકામ સાઈટ પર લેન્ટર ભરવાની તૈયારીઓ થઈ રહી છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ પણ વાંચો: Viral Video: શખ્સે ફ્લાઈટમાં યુવતીને અનોખી રીતે કર્યુ પ્રપોઝ, જોતા રહી ગયા આસપાસના લોકો

આ વીડિયો ડૉ. શૌકત શાહ (@shahshowkat07) દ્વારા 8 જાન્યુઆરીએ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેના કેપ્શનમાં તેણે લખ્યું શ્રમિકને વખાણની નહીં સુરક્ષાની જરૂર છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ક્લિપને 14 લાખથી વધુ વ્યૂઝ, 4 હજારથી વધુ લાઈક્સ અને સેંકડો રિએક્શન મળી ચૂક્યા છે.

 

 

બધા યુઝર્સ વીડિયો સાથે આપવામાં આવેલા કેપ્શન સાથે સહમત નથી. તેમણે કહ્યું કે શ્રમિક ખુબ જોખમી સ્થિતિમાં છે તેને વખાણની જરૂર નથી, પરંતુ સુરક્ષા સાધનોની જરૂર છે. તેમજ અન્ય યુઝર્સે કહ્યું કે શ્રમિકને આ રીતે કામ કરાવનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. આમ તો લોકો મોટાભાગે ફની વીડિયો જોવાનું વધુ પસંદ કરતા હોય છે પરંતુ આ વીડિયો જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અને અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી શકાય નહીં ત્યારે આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સ ખુબ ઉંચાઈ પર બેઠો છે અને કોઈ પણ સુરક્ષા સાધનો છે નહીં અને ન તો તેને હેલ્મેટ પહેર્યુ કે ન તો સેફ્ટી વાયરથી પોતાને બાંધ્યો છે.

Published On - 6:49 pm, Fri, 13 January 23

Next Article