Viral Video : ફોન પર વાત કરવામાં તલ્લીન હતો આ યુવક, આંખ સામે ફોન લઈને ભાગ્યો ચોર છતા કઈ ના કરી શક્યો

|

Aug 17, 2022 | 11:01 PM

Viral Video : હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે. જે આખો દિવસ મોબાઈલ પર તલ્લીન રહેતા લોકો માટે બોધપાઠ સમાન છે.

Viral Video : ફોન પર વાત કરવામાં તલ્લીન હતો આ યુવક, આંખ સામે ફોન લઈને ભાગ્યો ચોર છતા કઈ ના કરી શક્યો
Viral Video
Image Credit source: file photo

Follow us on

Viral News : માણસની આદતોથી તેનું ભવિષ્ય નક્કી થતુ હોય છે. તેની આદતો અને શોખ તેના મનને સંતોષ આપવા માટે સારા હોય છે, પણ જો તેની આદતો ખરાબ હશે તો તેનુ ભવિષ્ય બગડશે અને તેને નુકશાન થવાની પણ સંભાવના છે. આપણામાંથી મોટાભાગના લોકો માટે મોબાઈલ ફોન જીવનના એક અભિન્ન અંગ સમાન બની ગયુ છે. પણ કેટલાક લોકો મોબાઈલમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમને દિવસ-રાત, આગળ-પાછળ  અને આસપાસનું કઈ ભાન નથી રહેતુ. જેને કારણે તેમને નુકશાન પણ સહન કરવુ પડે છે. હાલ આવો જ એક બોધપાઠ આપનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો એક રેલ્વે ફાટક પર ઉભા છે. આ રેલ્વે ફાટકની બંને  બાજુ લોકો પોત પોતાના વાહન પર ટ્રેન પસાર થવાની રાહ જોઈ રહ્યા છે. તે બધામાં કેટલાક લોકો વાહન વગર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચાલી રહ્યા છે. કેટલાક લોકો ટ્રેન આવે તે પહેલા ફાટક ઓળગીંને પસાર થઈ રહ્યા છે. તે બધા વચ્ચે વીડિયોમાં દેખાય રહ્યુ છે કે એક યુવક બાઈક પર બેસીને ફોન પર વાત કરી રહ્યો છે. તેવામાં સામેની તરફથી એક વ્યક્તિ તે યુવક તરફ આવે છે. તે પહેલા તે યુવકની બાઈકની આગળ પાછળ ફરે છે. તે સમયે તે યુવક ફોન પર વાત કરવામાં એટલો તલ્લીન હોય છે કે તેને પોતાના આગળ-પાછળ, આજુબાજુનું કોઈ ભાન નથી રહેતુ. આ તકનો લાભ લઈ તે વ્યક્તિ બાઈક પર બેસેલા તે યુવકનો ફોન ઝુટવીને ભાગી જાય છે. યુવક તેની બાઈક પરથી ઉતરી તેને પકડે પહેલા તે ચોર બીજી બાજુ જતો રહે છે. અને ટ્રેન આવવાને કારણે તે યુવક તે ચોરને પકડી શકતો નથી અને તેણે પોતાનો મોંધો ફોન ગુમાવવાનો વારો આવે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને પોતાના એવા મિત્રો સાથે શેર કરી રહ્યા છે જે મોબાઈલ ફોન પર હમેશા વ્યસ્ત હોય છે. તેમના માટે આ એક ચેતવણી રુપ કિસ્સો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Next Article