Viral Video: આ પોપટે બાળકના રડવાની અને શ્વાનના અવાજની એવી તો અદ્દલ નકલ કરી કે Video થઈ રહ્યો છે વાયરલ

TV9 GUJARATI

|

Updated on: Feb 07, 2023 | 1:19 PM

કેનેડાના ન્યૂઝ પેપર The Epoch Times canada દ્વારા એમેઝોનના એક પોપટનો વીડિયો મૂકવામાં આવ્યો હતો. જે આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે આ પોપટ ઘણા બધા અવાજ સંભળાવીને લોકોનું મનોરંજન કરે છે.

Viral Video: આ પોપટે બાળકના રડવાની અને શ્વાનના અવાજની એવી તો અદ્દલ નકલ કરી કે Video થઈ રહ્યો છે વાયરલ
parrot viral video

સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય તેની ખબર પડતી નથી. ખાસ કરીને પાલતું પ્રાણીઓ અને પક્ષીઓ તમને ક્યારેક આશ્ચર્યમાં મૂકી દે તેવી હરકત કરતા હોય છે.  તેમાં પણ પોપટ એવું પક્ષી છે જે નકલખોરીમાં ખૂબ જ આગળ છે . ઘણી વાર એવું જોવા મળે છે કે  જે ઘરમાં પોપટ હોય  તે ઘરના બધા સભ્યોના નામ જાણીને  તે નામ બોલે  છે. પરંતુ આ  પોપટ એવો છે જે  પોતાનું નામ બોલે છે અને અન્ય ઘણા પ્રાણી પક્ષીઓના અવાજની નકલ કરે છે  અને  રડવાની નકલ તો તે એ રીતે કરે છે કે  ન પૂછોને વાત. પોપટના આ ટેલેન્ટને કારણે  આ વીડિયો અતિશય વાયરલ થયો છે.

કોરબેલ કરે છે જોરદાર મીમીક્રી

કેનેડાના ન્યૂઝ પેપર The Epoch Times canada દ્વારા એમેઝોનના એક પોપટનો વીડિયો મૂકવામાં આવ્યો હતો. જે આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે આ પોપટ ઘણા બધા અવાજ સંભળાવીને લોકોનું મનોરંજન કરે છે. આમ તો પોપટ મીઠું મીઠું બોલવા માટે જાણીતા છે પરંતુ આ પોપટ એટલો ટેલેન્ટેડ છે કે કે તેના માલિક મહિલા તેને ચણ ખવડાવી રહ્યા છે અને તેનું નામ પૂછી રહ્યા છે તો પોપટ કહે છે કે તેનું નામ કોરબેલ  છે ત્યાર બાદ આ પોપટ બાળકના રડવાની એવી તો જોરદાર નકલ કરી કે લોકો એ સાંભળીને આફ્રિન પોકારી રહ્યા છે .

જે જે લોકોએ આ વાયરલ વીડિયો જોયો તેઓ આ પોપટના વખાણ કરતા થાકતા નથી.  પોપટ સરસ રીતે ગીત ગાય છે પરંતુ જ્યારે તે બાળકના  રડવાની નકલ કરે છે ત્યારે તો લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે  આથી તેને ફરીથી કહેવામાં આવે છે કે  તે ફરીથી એક વાર રડે. વળી તે જ્યારે ખાંસી ખાય ત્યારે પણ  તેની આ મીમીક્રીની કળા જોવા મળે છે.

આ પોપટનો વીડિયો  હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે  અને લોકો આ પોપટના  વખાણ કરતા થાકતા નથી. અને વારંવાર આ વીડિયો જોવાની મજા લઈ રહ્યા છે.

 

આ પણ વાંચો:  Viral video: અહો આશ્ચર્યમ્! એક સાથે બંને હાથ વડે 11 રીતે લખે છે આ છોકરી, જુઓ Unic Talent video

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati