Twitter viral video : પતંગ સાથે ઉડી ગયેલી બાળકીનો Video થઈ ગયો વાયરલ, જાણો શું છે હકીકત?
Twitter viral video : આ નાની છોકરી લગભગ 30 સેકન્ડ સુધી પતંગની પૂંછડીને વળગીને હવામાં ઉડતી રહી હતી. પછી પતંગ જયારે નીચેની તરફ આવે છે ત્યારે લોકો આ બાળકીને પકડી લે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અતિશય પવન છે અને બાળકી પતંગની પૂછડી હોયો તેમ લટક્યા કરે છે.
15 જાન્યુઆરીએ આખા દેશમાં ઉતરાણનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જોકે અમદાવાદમાં બની હોવાની ઘટના તરીકે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે એક મોટા પતંગ સાથે એક બાળકી ઉડી જાય છે અને આ રીતે બાળકીને ઉડી જતી જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે. ઉતરાયણના તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક બાળકી વિશાળ કદના પતંગ સાથે હવામાં ઉડતી જોઈ શકાય છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તાજેતરનો વીડિયો ગુજરાતના અમદાવાદનો છે. જ્યાં 3 વર્ષની બાળકીએ પતંગ સાથે હવામાંઉડી ગઈ હતા. કેટલાય લોકોએ એવું અનુમાન કર્યું હતું કે આ વીડિયો અમદાવાદના પતંગોત્સવનો છે. જોકે વીડિયો જોતા ખબર પડે છે કે આ વીડિયો અમદાવાદનો નથી.
અમદાવાદનો નહીં પરંતુ વાયરલ વીડિયો છે તાઇવાનનો
મીડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે 30 ઓગસ્ટ, 2020નો આ વીડિયો તાઈવાનના સિંચુ શહેરનો છે. જ્યાં પતંગ મહોત્સવ દરમિયાન એક 3 વર્ષની બાળકી વિશાળ કદના પતંગ સાથે હવામાં ઉડી ગઈ હતી. આ નાની છોકરી લગભગ 30 સેકન્ડ સુધી પતંગની પૂંછડીને વળગીને હવામાં ઉડતી રહી હતી. પછી પતંગ જયારે નીચેની તરફ આવે છે ત્યારે લોકો આ બાળકીને પકડી લે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અતિશય પવન છે અને બાળકી પતંગની પૂછડી હોયો તેમ લટક્યા કરે છે. આ ઘટનામાં બાળકીને ગળા અને ચહેરા પર સામાન્ય ઈજાઓ થઈ હતી.
*अहमदाबाद में एक पतंग शो के दौरान 3 साल की बच्ची पतंग के साथ ही उड़ गई…!! 😥😥* pic.twitter.com/WJx5Vc5Z2e
— Dharmendra KUMAR (@Dharmen87765514) January 14, 2023
જોકે વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર જે અમદાવાદનો વીડિયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે વીડિયો ભલે વાયરલ થયો હોય ,પરંતુ તે અમદાવાદનો નથી પરંતુ 2 વર્ષ જૂનો તાઈવાનનો વીડિયો છે.