Viral Video: પોપટ આલાપે છે iPhone રીંગટોનનો રાગ, વીડિયો જોઈને તમે પણ કહેશો ગજબ

|

Jan 19, 2022 | 6:31 PM

લાલ રંગના પોપટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આ પોપટ પોતાના મોઢામાંથી iPhoneની રિંગટોન એવી રીતે કાઢતો જોવા મળે છે જાણે કોઈના ફોનની રીંગ વાગી રહી હોય.

Viral Video: પોપટ આલાપે છે iPhone રીંગટોનનો રાગ, વીડિયો જોઈને તમે પણ કહેશો ગજબ
Parrot imitates iPhone ringtone

Follow us on

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે પોપટ (Parrot) નકલ કરવામાં ઉસ્તાદ હોય છે. તેની સામે કોઈ પણ શબ્દ વારંવાર રિપીટ થાય તો તે તરત જ તેને યાદ કરી લે છે. સોશિયલ મીડિયા પર, તમને પોપટને લગતા ઘણા વીડિયો જોવા મળશે, જે આ પક્ષીના ટેલેન્ટનો પુરાવો આપે છે. હાલમાં ઈન્ટરનેટ જગતમાં લાલ રંગના પોપટના વીડિયોએ (Parrot Video) નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ પોપટ અન્ય કોઈ કારણથી નહીં, પરંતુ તેની યાદશક્તિના કારણે લોકોના દિલ જીતી રહ્યો છે. ખરેખર, આ પોપટ પોતાના મુખથી આઈફોનની ફેમસ રિંગટોન (iPhone Ringtone) એવી રીતે કાઢે છે કે જાણે કોઈનો ફોન વાગી રહ્યો હોય. હવે આ કોપીકેટ પોપટનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયાની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

તમે સોશિયલ મીડિયા પર પોપટ સાથે જોડાયેલા હજારો વીડિયો જોયા હશે. પરંતુ લાલ પોપટનો જે વિડીયો સામે આવ્યો છે તે જોયા પછી તમે ચોક્કસ ચોંકી જશો. લોકો આ પાલતુ પોપટનો વીડિયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આઈફોનની રીંગટોન એટલી અલગ છે કે તેની રીંગ વાગતા જ લોકો સમજી જાય છે કે કોઈ વ્યક્તિ પાસે આઈફોન છે અને તેમાં કોઈનો કોલ આવી રહ્યો છે. ખરેખર, આ લાલ રંગના પોપટે તેના માલિકના મોબાઈલની આ રિંગટોન એટલી વાર સાંભળી કે તે પણ તેની બરાબર નકલ કરવા લાગ્યો. હવે આ પોપટ વારંવાર iPhone ની રિંગટોન આલાપે છે જેના કારણે ક્યારેક તેના માલિક પણ છેતરાઈ જાય છે. તો ચાલો જોઈએ આ વીડિયો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રિંગટોનની નકલ કરતા પોપટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મીડિયા અહેવાલના અનુસાર આ પોપટનું નામ “Gucci” છે અને તે બેંગલુરુ, કર્ણાટકમાં રહે છે. આ પોપટની પ્રતિભા જોઈને લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા છે, પરંતુ કેટલાક લોકો તો પૂછવા લાગ્યા છે કે આવો પોપટ મળશે ક્યાંથી. પોપટનો આ ખૂબ જ રમુજી વીડિયો unilad નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Online Wedding: ઘરે બેઠા જમણવાર અને ગૂગલ મીટથી હાજરી, મહામારી વચ્ચે અનોખા લગ્ન

આ પણ વાંચો:

Viral : યુવતીએ અજય દેવગણની સ્ટાઈલમાં કર્યા ખતરનાક સ્ટંટ, વીડિયો જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા !

Next Article