Viral Video : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતો રહે છે. જેમાંના કેટલાક વીડિયો જોયા પછી યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે.જેમાં એક યુવતી જે રીતે અજય દેવગણની સ્ટાઈલમાં ખતરનાક સ્ટંટ (Stunt) કરી રહી છે તે જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી જશો.
વાયરલ થઈ રહેલો આ વીડિયો એક બારમાં શૂટ કરવામાં આવ્યો છે. જેમાં એક યુવતી અચાનક અજય દેવગનની સ્ટાઈલમાં દોડીને આવે છે અને બે ખુરશીઓ વચ્ચે સ્ટંટ કરવા લાગે છે. આ પછી, તે કાઉન્ટર પર રાખેલુ ડ્રિન્ક પીતી જોવા મળે છે. આ દરમિયાન કેટલાક અન્ય ગ્રાહકો પણ ત્યાં હાજર છે. તે આ સ્ટંટ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેના હાથમાંથી ડ્રિન્ક ગ્લાસ પણ છુટી જાય છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ યુવતીની ઓળખ જિમ્નાસ્ટ અસલ્યા લિટોસ તરીકે કરવામાં આવી રહી છે, જે તેના અદ્ભુત પરાક્રમોથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. તમને જણાવી દઈએ કે, અસલ્યા ઉઝબેકિસ્તાનની છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 5 લાખ 29 હજારથી વધુ ફોલોઅર્સ છે.
આ સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી dailygameofficial નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ સ્ટંટ જોઈને હું આશ્વર્ય ચકિત થઈ ગયો.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, ઉઝબેકિસ્તાનાં પણ અજય દેવગણના ફેન્સ છે.
આ પણ વાંચો : Video : લાઈવ ટી.વી ડિબેટમાં બોલવાનો મોકો ન મળતા આ મહિલા કરવા લાગી ડાન્સ, હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો : Viral Video : SUV કાર જોતા જ ગજરાજનો ગુસ્સો સાત આસમાને, એક ઝટકામાં હાથીએ પલટી નાખી કાર !