Online Wedding: ઘરે બેઠા જમણવાર અને ગૂગલ મીટથી હાજરી, મહામારી વચ્ચે અનોખા લગ્ન

દેશની જનતા છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે. લોકો સામાન્ય જીવનમાં પાછા આવવા ઈચ્છે છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે ભારતીય લગ્ન ભારે ભીડ સાથે ધૂમધામ ઉજવાય છે

Online Wedding: ઘરે બેઠા જમણવાર અને ગૂગલ મીટથી હાજરી, મહામારી વચ્ચે અનોખા લગ્ન
Unique Indian Wedding (Representational Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 5:51 PM

દેશની જનતા છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ (Coronavirus) સામે ઝઝૂમી રહી છે. લોકો સામાન્ય જીવનમાં પાછા આવવા ઈચ્છે છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે ભારતીય લગ્ન (Big Fat Indian Wedding) ભારે ભીડ સાથે ધૂમધામ ઉજવાય છે. પરંતુ કોવિડ પ્રતિબંધોને કારણે લગ્ન માત્ર એક નાનકડી પારિવારિક ઘટનામાં ફેરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં, તે તમામ લોકોની આકાંક્ષાઓ પર પાણી ફેરવાઇ ગયું છે જેમણે પોતાના લગ્નને લઈને ઘણા મોટા સપના જોયા હતા.

આ દરમિયાન પશ્ચિમ બંગાળના એક કપલની ચર્ચા જોરમાં છે. આ કપલે કોવિડના નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના અનોખા લગ્ન (Unique Wedding) કરવાનો નિર્ણય લીધો છે. આ લગ્નમાં 450 મહેમાનો હાજરી આપશે. આ માટે દંપતીએ પસંદ કરેલી પદ્ધતિ ખૂબ જ અનોખી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં સંદીપન સરકાર અને અદિતિ દાસ નામનું કપલ 24 જાન્યુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યું છે. આ કપલ તેમના લગ્નમાં 450 મહેમાનોને હોસ્ટ કરવા માટે તૈયાર છે. હવે તમે વિચારતા હશો કે એક તો કોરોનાનો પીક ટાઈમ કોવિડ પ્રોટોકોલ હેઠળ ભીડ એકઠી કરવા બદ. આવી સ્થિતિમાં, આ કપલ આટલી મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવાનું કેવી રીતે વિચારી રહ્યું છે. આવો જાણીએ..

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ખરેખર, આ કપલે આ માટે એક અનોખો પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત તેઓ સમારોહમાં મહેમાનોની સાથે જોડાવા માટે ગૂગલ મીટનો(Google Meet) ઉપયોગ કરશે. એટલું જ નહીં, મહેમાનો માટે સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ચ્યુઅલ વેડિંગમાં હાજરી આપનાર મહેમાનો માટે ભોજન એક ફૂડ ડિલિવરી એપ તરફથી તેમના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે. તો થયો ને આ એક મજેદાર પ્લાન.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન સંદીપન સરકારે કહ્યું, હું અને અદિતિ ગયા વર્ષથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ, પરંતુ કોરોના ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 28 વર્ષીય સંદીપને જણાવ્યું કે આ વર્ચ્યુઅલ વેડિંગનો વિચાર તેમને ત્યારે આવ્યો જ્યારે તે પોતે કોરોનાને કારણે 4 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતો. અહેવાલો અનુસાર, સંદીપન સરકારના લગ્ન સમારોહમાં 100 લોકો હાજર રહેશે, જ્યારે 350 મહેમાનો લાઈવ ગૂગલ મીટ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે. સંદીપનના કહેવા પ્રમાણે, જે લોકોને આમંત્રણ મોકલવામાં આવશે તેમને લગ્નના એક દિવસ પહેલા ગૂગલ મીટની લિંક અને પાસવર્ડ આપવામાં આવશે.

આ પણ વાંચો:

Viral : યુવતીએ અજય દેવગણની સ્ટાઈલમાં કર્યા ખતરનાક સ્ટંટ, વીડિયો જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા !

આ પણ વાંચો:

Video : લાઈવ ટી.વી ડિબેટમાં બોલવાનો મોકો ન મળતા આ મહિલા કરવા લાગી ડાન્સ, હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો થયો વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">