Viral Video: સર ભૂલ હો ગઈ મુઝસે… તમે કુમાર વિશ્વાસની કવિતાનું આ રમુજી ‘સ્કૂલ વર્ઝન’ જોયું કે નહીં?

|

Sep 19, 2022 | 10:31 PM

તેમની કવિતા 'કોઈ દીવાના કહેતા હૈ, કોઈ પાગલ સમજતા હૈ' આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેનું એક અનોખું વર્જન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તેમાં કુમાર વિશ્વાસની કવિતાનું સ્કૂલ વર્જન સાંભળવા મળશે.

Viral Video: સર ભૂલ હો ગઈ મુઝસે... તમે કુમાર વિશ્વાસની કવિતાનું આ રમુજી સ્કૂલ વર્ઝન જોયું કે નહીં?
Viral Video
Image Credit source: Twitter

Follow us on

Funny Video : કવિતા એ શબ્દોને અદ્ભુત કલાથી જોડાવુનું કામ છે. આ કલાથી અનેક કવિઓ પોતાની કવિતાને કારણે પ્રખ્યાત થયા છે. તમે કુમાર વિશ્વાસને તો જાણતા જ હશો. તે હિન્દીના પ્રખ્યાત કવિ છે. તે યુવાઓ વચ્ચે ભારે લોકપ્રિય છે. તેમની કવિતા અને શાયરીઓથી કાર્યક્રમને અલગ સ્તર પર લઈ જતા હતા. તેમની કવિતા ‘કોઈ દીવાના કહેતા હૈ, કોઈ પાગલ સમજતા હૈ’ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેનું એક અનોખું વર્જન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તેમાં કુમાર વિશ્વાસની કવિતાનું સ્કૂલ વર્જન સાંભળવા મળશે.

આ વાયરલ વીડિયોમાં એક કલાસરુમનો નજારો જોવા મળી રહ્યો છે. એક વિદ્યાર્થી હિન્દીની ક્લાસમાં બ્લેક બોર્ડ સામે પોતાના બન્ને હાથ ઉઠાવીને ઉભો છે અને કવિતા ગાવાના અંદાજમાં પોતાના સરને કહે છે, સર ગલતી હો ગઈ મુઝસે, આઈ એમ સોરી કહેતા હૂં…હોમવર્ક રોજ કરતા, પર ઘર કોપી ભૂલ આતા હૂં…કલ ન લાયા અગર હોમવર્ક, પેરેંટ્સ કો બુલા લેના.. એક લાસ્ટ ચાન્સ દે દો સર, કસમ વિધા કી ખાતા હૂં. આ સાંભળીને સર એ કવિતાના અંદાજમાં કહ્યુ કે, કલ ભી યહી બોલા થા, યહી કલ ભી કહેગા તૂ..યે તેરા દિલ સમજતા હૈ યા મેરા દિલ સમજતા હૈ. તેમનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર અમિત સિંહ નામના વ્યક્તિ એ શેયર કર્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, કોઈ દીવાના કહેતા હૈ, કોઈ પાગલ સમજતા હૈનું સ્કૂલ વર્જન. આ માત્ર 44 સેકેન્ડના વીડિયોને લગભગ 6 લાખ જેટલા વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ વર્જન સાંભળીને દિલ ખુશ ખુશ થઈ ગયુ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આપણો દેશ ક્રિએટીવ લોકોથી ભરપૂર છે. આવી અનેક મજેદાર પ્રતિક્રિયા સોશિયલ મીડિયા યુઝર આપી રહ્યા છે.

Next Article