Video : રીંછના પોલ ડાન્સે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! આ પોલ ડાન્સ જોઈને હસીને લોટ પોટ થઈ જશો

|

Nov 07, 2021 | 3:48 PM

આજકાલ રીંછનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ રીંછનો પોલ ડાન્સ જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : રીંછના પોલ ડાન્સે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! આ પોલ ડાન્સ જોઈને હસીને લોટ પોટ થઈ જશો
Bear Video goes viral

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. શું તમે ક્યારેય રીંછને ‘પોલ ડાન્સ’ કરતા જોયા છે ? તાજેતરમાં આવો જ એક રીંછનો વીડિયો (Bear Video) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ વિચારતા થઈ જશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખ 60 હજારથી વધુ લોકોએ લાઈક મળી છે.

રીંછનો અનોખો પોલ ડાન્સ !

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈનસ્ટાગ્રામ પર earthfocus નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં (Caption) લખ્યું છે કે, “રીંછ તેની ખંજવાળ દૂર કરવા માટે આ રીતે ખંજવાળે છે. ઓહ…તે ખૂબ જ એન્જોય કરી રહ્યો છે.” યુઝરના કહેવા પ્રમાણે, આ વીડિયોને સૌથી પહેલા TikToker jcruzalvarez26 દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ રીંછની ખંજવાળ દૂર કરવાની આ રીત જોઈને તમને પણ લાગશે કે તે પોલ ડાન્સ કરી રહ્યો છે.

જુઓ વીડિયો

રીંછનો આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે તેને ખંજવાળ નથી આવી રહી, પરંતુ તે પોલ ડાન્સ (Pole Dance) કરી રહ્યો છે. કારણ કે જે રીતે રીંછ પોલ સાથે તેની પીઠ ઘસતો જોવા મળે છે, તે પોલ ડાન્સના હૂક સ્ટેપ્સ જેવું લાગે છે. આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને (Users) ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ અંગે લોકો સતત પોતપોતાના પ્રતિભાવો પણ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘અમેઝિંગ વ્યૂ, શું પરફેક્ટ ક્લિક છે.’ ત્યારે અન્ય એક યુઝરે લખ્યું છે, ‘મેં આવો ડાન્સિંગ રીંછ પહેલીવાર જોયો છે.’ આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: આને કહેવાય કિસ્મત ! કચરા ભેગી નાખી દીધી પૈસા ભરેલી બેગ અને પછી પૈસા શોધવા શરૂ થઈ ખરી રમત

આ પણ વાંચો: Stunt Video : જોશમાં આવીને મિત્રોની સામે સ્ટંટ કરવા લાગી છોકરી, અચાનક થયુ એવું કે છોકરીના હાલ થઇ ગયા બેહાલ

Published On - 3:48 pm, Sun, 7 November 21

Next Article