Viral Video : મહિલા શિક્ષકા વિધાર્થીઓ સાથે ‘કજરા મોહબ્બત વાળા’ ગીત પર કર્યો ડાન્સ, લાજવાબ ડાન્સનો વીડિયો થયો વાયરલ

|

Jun 17, 2022 | 11:10 PM

Viral Video : તમે ડાન્સ વીડિયો તો ઘણા જોયા હશે, પણ શું કોઈ શિક્ષકનો ડાન્સ વીડિયો જોયો છે ? હાલમાં મનુ ગુલાટી (Manu gulati) નામની મહિલા શિક્ષિકાએ 'કજરા મોહબ્બત વાલા' ગીત પર વિદ્યાર્થીનીઓ સાથે એવો અદ્ભુત ડાન્સ કર્યો કે મોટા અધિકારીઓ પણ તેના પ્રશંસક બની ગયા. અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Viral Video : મહિલા શિક્ષકા વિધાર્થીઓ સાથે કજરા મોહબ્બત વાળા ગીત પર કર્યો ડાન્સ, લાજવાબ ડાન્સનો વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: twwiter

Follow us on

ભારત પાસે ટેલેન્ટની અછત નથી. ભારતના બાળકોથી લઈને વૃધ્ધો સુધી લોકો ટેલેન્ટથી ભરપૂર છે. અને ડાન્સમાં તો ભારતીયોનું શું કહેવુ . ભારતમાં લોકો કોઈપણ સમયે ડાન્સ કરવાનું છોડતા નથી. જેમ આપણા ગુજરાતીઓ ગરબા કરવાનું છોડતા નથી. ભારતના લોકો ઉત્સવપ્રિય છે. હાલમાં દિલ્હીની એક સરકારી શાળાની એક મહિલા શિક્ષિકાનો એક વીડિયો વાયરલ થયો છે. આ મહિલા શિક્ષિકા ફકત ભણાવવામાં જ સારી નથી, તે ડાન્સ કરવામાં પણ ઉશ્તાદ છે. તે વિદ્યાર્થીઓને માત્ર સારી રીતે ભણાવતી નથી પરંતુ તેમને બીજી ઘણી વસ્તુઓ પણ શીખવતી રહે છે. હવે ફરી એકવાર તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral video) થઈ રહ્યો છે. મહિલા શિક્ષિકાએ ‘કજરા મોહબ્બત વાલા’ ગીત પર વિદ્યાર્થીનીઓ સાથે એવો અદ્ભુત ડાન્સ (Amazing dance) કર્યો કે મોટા અધિકારીઓ પણ તેના પ્રશંસક બની ગયા. ભૂતકાળમાં તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

‘કજરા મોહબ્બત વાલા, આંખે મેં ઐસા ડાલા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે

આ મહિલા શિક્ષકનું નામ મનુ ગુલાટી (Manu gulati) છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ક્યારેક તે બાળકોને રમત-ગમત અને ડાન્સ દ્વારા ઘણી બધી વસ્તુ શીખવતા જોવા મળે છે. મનુ ગુલાટીના વાયરલ થઈ રહેલા નવા વીડિયોમાં તે સ્કૂલની કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે ‘કજરા મોહબ્બત વાલા, આંખે મેં ઐસા ડાલા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેમની વિદ્યાર્થીનીઓ સાથેની જુગલબંધી ઘણી અદ્ભુત છે. તેણે પોતે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ 53 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધારે લોકોએ જોયો છે, અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે સ્ટુડન્ટ્સ અને ટીચર્સનું આ બોન્ડિંગ અદ્ભુત છે.

Next Article