AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : રામ ચરણે સાદગીથી જીત્યું ફેન્સ દિલ, ઓસ્કાર માટે ઉઘાડા પગે એરપોર્ટથી રવાના થયો સુપરસ્ટાર

Ram charan left for Oscars: અભિનેતા રામ ચરણ હાલમાં ઓસ્કાર એવોર્ડ માટે ભારતથી રવાના થયા હતા. તે દરમિયાન રામ ચરણ એરોપોર્ટ પર જુદા જ અંદાજમાં જોવા મળ્યા હતા. રામ ચરણે પોતાની સાદગીથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા હતા.

Viral Video : રામ ચરણે સાદગીથી જીત્યું ફેન્સ દિલ, ઓસ્કાર માટે ઉઘાડા પગે એરપોર્ટથી રવાના થયો સુપરસ્ટાર
Actor Ram Charan travels bare feet
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 9:52 AM
Share

અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘RRR’એ દુનિયાભરમાં તાબરતોડ કમાણી કરી છે. ગયા વર્ષે 24 માર્ચે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેણે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ પણ જીત્યા છે. હવે આ ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અભિનેતા રામ ચરણ અમેરિકા જવા રવાના થયો હતો. તેનો એરપોર્ટનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર રામ ચરણની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં એક્ટર ખુલ્લા પગે અને કાળા કુર્તામાં જોવા મળી રહ્યો છે. ફેન્સને તેની આ સાદગી ઘણી પસંદ આવી હતી. તેની સ્ટાઈલ પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. હવે તમે વિચારતા હશો કે એક્ટર ખુલ્લા પગે કેમ જોવા મળ્યો હતો. ચાલો જાણી તેને વિશે.

આ રહ્યો રામ ચરણનો વાયરલ વીડિયો

અભિનેતા રામ ચરણે અયપ્પાની દીક્ષા લીધી છે અને તેમણે 41 દિવસ સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું છે. આ દક્ષિણ ભારતની પરંપરા છે. તે 41 દિવસ સુધી ચાલે છે. આમાં ન તો ચપ્પલ પહેરવામાં આવે છે અને ન તો નોન-વેજ ખાવામાં આવે છે. બસ, તેનું પાલન કરતી વખતે, વ્યક્તિએ જમીન પર સૂવું પડે છે. આ પહેલા પણ ઘણા કાર્યકમોમાં રામ ચરણ ખુ્લ્લા પગે જોવા મળ્યો હતો.

ઓસ્કાર એવોર્ડ

વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં ઓસ્કાર એવોર્ડની જીદી જીદી કેટેગરી માટે નોમિનેશનની જાહેરાત થઈ હતી. આ નોમિનેશનમાં બેસ્ટ ફિલ્મની કેટગરીમાં આરઆરઆરી ફિલ્મને પણ સ્થાન મળ્યું હતું. ભારતીય સમય અનુસાર ઓસ્કાર એવોર્ડ 12 માર્ચ, 2023ના રોજ સાંજના સમયે શરુ થશે.

ન્યૂયોર્કના રસ્તાઓ પર રામ ચરણના ફેન્સની લાંબી લાઈન લાગી

હૈદરાબાદથી અમેરિકા પહોંચેલા રામ ચરણનો અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રામ ચરણ કારમાંથી બહાર નીકળતાની સાથે જ ફેન્સનું અભિવાદન કરે છે. તે ફેન્સ સાથે હાથ મિલાવવા અને તેમની સાથે સેલ્ફી લેવા તેમની નજીક પણ ગયો હતો. તેનો સરળ સ્વભાવ જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા. અભિનેતાના લૂકની વાત કરીએ તો આ દરમિયાન તેણે બેજ ટી-શર્ટ સાથે ગ્રે પેન્ટ-સૂટ પહેર્યો હતો, જેમાં તે એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. આ સાથે તેણે સનગ્લાસ પણ લગાવ્યા હતા, જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યા છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">