AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: RPF જવાને બચાવ્યો એક વ્યક્તિનો જીવ, રુંવાટા ઉભા કરતી દેતો વીડિયો થયો વાયરલ

Twitter Viral Video : બિહારના એક રેલવે સ્ટેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક RPF જવાન હિંમત અને સાહસનું પ્રદર્શન કરીને એક માણસનો જીવ બચાવતો જોવા મળે છે.

Viral Video: RPF જવાને બચાવ્યો એક વ્યક્તિનો જીવ, રુંવાટા ઉભા કરતી દેતો વીડિયો થયો વાયરલ
Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 11:01 PM
Share

ભારતીય રેલવે આપણા દેશની લાઈફલાઈન સમાન છે. ભારતીય રેલવે ધીરે ધીરે આધુનિક બનતી જાય છે. ભારતીય રેલવે પોતાના યાત્રીઓની સુવિધા અને સુરક્ષા માટે ખાસ ખ્યાલ રાખે છે. ભારતીય રેલવેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હાલમાં ભારતીય રેલવેને લગતો એક ચોંકવારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક RPF જવાન એક રેલવે યાત્રીનો જીવ બચાવતા જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાને એક વ્યક્તિનો જીવ બચાવ્યો જે ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના બિહારના પૂર્ણિયામાં બની હતી. વીડિયો કૅપ્શનમાં લખવામાં આવ્યુ છે કે “એક એલર્ટ આરપીએફ જવાને બિહારના પૂર્ણિયામાં ચાલતી ટ્રેનમાં ચડતી વખતે અકસ્માતનો ભોગ બનેલા મુસાફરને બચાવ્યો હતો. મહેરબાની કરીને ચાલતી ટ્રેનમાં ચઢવાનો/ઉતરવાનો પ્રયાસ કરશો નહીં.” આ વીડિયો ભારતીય રેલવે દ્વારા શેયર કરવામાં આવ્યો છે.આ ચોંકવાનારો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,RPF જવાનની હિંમતને સલામ . બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જેને રામ રાખે તેને કોણ ચાખે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતના જવાનો દેશની સરહદ પર અને દેશની અંદર પર આરણી રક્ષા કરી રહ્યા છે .

g clip-path="url(#clip0_868_265)">